Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઉભરાતા દર્દીઓઃ લાંબી-લાંબી કતારો

ગરમી-ઉકળાટ વચ્ચે છૂટછવાયા વરસાદી ઝાપટાંના મિશ્ર માહોલના કારણે બીમારીઓ વધીઃ દર્દીઓ હેરાન... પરેશાન...

                                                                                                                                                                                                      

સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી જામનગરની સરકારી ગુરુ ગોબિંદસિંહ (જી.જી.) હોસ્પિટલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જોવા મળતી ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં લગભગ દોઢથી બેેગણો વધારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓની કેસ બારીમાં લાંબી લાઈનો જોવા મળે છે. આ પછી ડોક્ટરની ચેમ્બર પાસે સારવાર માટેની પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને ત્યારપછી દવાબારી પાસે પણ દર્દીઓની કતારો જોવા મળી રહી છે. આમ સવારથી લાઈનમાં ઠેબા ખાતા દર્દીને હોસ્પિટલમાંથી બહાર નિકળતા અડધો દિવસ પસાર થઈ જાય છે. જો કે દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું ચોક્કસ કારણ જાહેર થયું નથી, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી ધાબડિયા અને વરસાદી વાતાવરણ, અસહ્ય બફારો, આમ વાતાવરણ બદલાતા બીમારીનું પ્રમાણ વધ્યું છે, તેમ કહી શકાય. હજુ આગામી દિવસોમાં વરસાદ થશે ઠેર-ઠેર પાણીનો ભરાવો થશે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે અને પરિણામે રોગચાળાનું પ્રમાણ હજુ પણ વધશે. જો રોગચાળો વકરતો અટકાવવો હોય તો અત્યારથી જ સઘન સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ, ચોખ્ખું પાણી વિતરણ વગેરે કામગીરી કરવી પડશે અન્યથા આગામી સમયમાં સ્થિતિને વધુ વકરતા વાર નહીં લાગે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh