Advertisement
Author: નોબત સમાચાર

ચીનમાં ભૂસ્ખલન થતા ૨૧ના મોતઃ પૂરના પાણી સાથે રહેણાંકોમાં ૮૦૦થી વધુ સાપ ઘૂસ્યા

ખતરનાક સાપોના કારણે લોકોમાં ફફડાટઃ

                                                                                                                                                                                                      

બેઈજિંગ તા. ૮: કુદરતી આફતોનો સામનો કરી રહેલા ચીનમાંથી હાલમાં ડરાવી દે તેવા બે મોટા સમાચાર સામે આવી રહૃાા છે. એક તરફ ઉત્તર-પશ્ચિમ ચીનમાં થયેલા ભીષણ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૨૧ પર પહોંચી ગયો છે, તો બીજી તરફ ગુઆંગ્શી વિસ્તારમાં પૂરના પાણી સાથે સેંકડો ખતરનાક સાપ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ચીનમાં ટાયફૂન 'માયસેક'ના કારણે ગુઆંગ્શી વિસ્તારમાં આવેલું પૂર હવે એક નવો અને અનોખો ખતરો લઈને આવ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે હેંગઝોઉના એક ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં એક સ્નેક ફાર્મ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે. આ દુર્ઘટનાના કારણે ફાર્મમાંથી ૮૦૦થી વધુ સાપ પાણીમાં તણાઈ ગયા હતા અને આસપાસના ગામોમાં ફેલાઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે વહીવટીતંત્ર પૂરની સાથે-સાથે આ સાપના ખતરાથી નિપટવાના બેવડા પડકારનો સામનો કરી રહૃાું છે.

ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે ગાન્સુ પ્રાંતના લોંગનાન શહેરમાં મંગળવારે સવારે લગભગ ૭ વાગ્યે અચાનક થયેલા ભીષણ ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી છે. માટીના કાટમાળ નીચે કુલ ૩૩ લોકો જીવતા દફનાઈ ગયા હતા.

બુધવાર સવાર સુધી ચાલેલા સઘન રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ અત્યંત દુઃખદ બાબત એ છે કે તેમાંથી ૨૧ લોકોના મોત થઈ ચૂક્યા હતા. જોકે રાહતના સમાચાર એ છે કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ૫ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે ૭ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમની સારવાર ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh