Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે ચોમાસું મોડું પડ્યું હોવા છતાં હજુ પણ
જામનગર તા. ૮: સમગ્ર દેશમાં વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે, ત્યારે જામનગર તેમજ જિલ્લામાં અજુ મેઘરાજા મન મૂકીને વરસી નથી રહ્યા. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મેઘરાજાની અસીમ કૃપા વરસી રહી છે. મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા તેમનું રૌદ્ર રૂપ દેખાડ્યું છે, ત્યારે જામનગરમાં તો હજી પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી છે.
પ્રિ-મોન્સુન કામગીરી એટલે વરસાદની સિઝન શરૂ થતા પહેલા થતી કામગીરીને પ્રિ-મોન્સુન કામગીરી કહેવાય એ કદાચ જામનગરના નવનિયુક્ત થયેલ પદાધિકારીને જાણ નહીં હોય, પરંતુ અધિકારીઓને તો ખબર જ હશે, પરંતુ હજુ સુધી આ કામગીરી ચાલી રહી છે. કદાચ મેઘરાજાને પણ ખબર લાગે છે કે હજુ જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી હોય!!
સુરત, અમરેલી, મહારાષ્ટ્ર જેવો વરસાદ અહીં થશે તો જામનગરની પ્રજાને ભારે નુક્સાન થશે એટલે જ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. થોડા સમય પહેલા નવનિયુક્ત થયેલ પદાધિકારીઓએ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરી હતી તેના અખબારો તેમજ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલમાં ફોટો-વીડિયો પ્રસિદ્ધ થયા હતાં, જ્યાં કામગીરી થઈ ગયેલ હતી ત્યાં મુલાકાત લેવાનો મતલબ શું?
જામનગરની રંગમતી-નાગમતીની નદીની દુર્દશાનો અહેવાલ 'નોબત' દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ આ કામગીરી ન થઈ, પરંતુ હવે જયારે સમગ્ર ગુજરાત સહિત દેશમાં વરસાદનું આગમન થઈ ગયું છે, ત્યારે પણ રંગમતી-નાગમતી નદીમાં કામગીરી ચાલી રહી છે. સારૃં કહેવાય કે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જો ભારે વરસાદ જામનગરમાં થયો હોત તો જામનગરની જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હોત.
દર વર્ષે માત્ર ચોપડા પર આ કામગીરી થઈ રહી હોય, કાં તો પ્રિ-મોન્સુન કામગીરી બંધ જઈ જાય તો પ્રજાના પૈસા પણ બચે અને જો કામગીરી કરવી જ હોય તો પૂરી નિષ્ઠાથી થાય તો પ્રજાના પૈસા લેખે લાગે.
ઉપરોક્ત તસ્વીરમાં ગઈકાલે રંગમતી-નાગમતી નદીમાં જેસીબી વડે નદીના વહેણને અવરોધતા કચરાને સાફસફાઈ કરવામાં આવી રહી હતી. રંગમતી-નાગમતી નદીમાં કેમિકલ પણ કોઈ લાઈન મારફત ઠાલવામાં આવી રહ્યું છે, કદાચ અધિકારીને તો ખબર જ હશે કે આ કેમિકલવાળું પાણી ક્યાંથી આવે છે તેમ છતાં આંખ આડા કાન કરી દેવામાં આવતા હોય તેમ જણાય છે. અનેક વખત સુભાષ બ્રિજ ઉપરથી પસાર થતા લોકોને પણ નદીમાંથી ઊડતા કેમિકલના ફીણ ઊડતા હોય છે. અધિકારીઓએ આ કેમિકલવાળું પાણી પણ નદીમાં ન ઠલવાઈ તેના માટે ત્વરિત પગલાં ભરવા જોઈએ તેવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial