Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સંધી મુસ્લિમ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયોઃ ૪૧૫ વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન

'શિક્ષિત સમાજ, સંગઠિત સમાજ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે'

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા ટાઉનહોલ ઓડિટોરિયમમાં આપણો સમાજ, આપણી ઓળખના સૂત્ર સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના કુલ ૪૧૫ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડો. રજાકભાઈ હિંગોરા, હાજી મહમદભાઈ સમા, સેઝાન ચૌહાણ, મેરુનબેન દલ, અસરફ નોયડા, શકીલભાઈ નોયડા, મુબારક મંધરા, જાહિદ મહમદ નોયડા, શેરમહમદભાઈ નોયડા, મકસુદભાઈ નોયડા તેમજ ઇકબાલભાઈ હાલા, હાજીભાઈ હિંગોરા, ઈદ્રીશભાઈ ભટ્ટી, ફિરોજભાઈ સોઢા, અનવરભાઈ ગજ્જણ, એડવોકેટ દાઉદભાઈ સમા, અહેમદભાઈ દલ, અબ્દુલ રહેમાનભાઈ સોઢા, ઈરફાનભાઈ હાલા, પૂર્વ કોર્પોરેટર ફેમીદાબેન જુણેજા, રોજમીનબેન સમા, મેરુનબેન દલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણ, કારકિર્દી અને સમાજસેવાના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સમાજના ૮ દીકરા-દીકરીઓએ શિક્ષણ અને સામાજિક જવાબદારીઓ અંગે પ્રેરણાત્મક સંબોધન કરીને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. તેમના વિચારોને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્વીરાબેન સમા, રમઝાનભાઈ નોયડા (એનજીઓ માસ્ટર ટ્રેનર અને જાહિદભાઈ નોયડા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ હાજી રિઝવાન જુણેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. આજે ૪૧૫ વિદ્યાર્થીઓનું સન્માન કરીને સમાજની નવી પેઢીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા પારદર્શિતા જળવાઈ રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષના હિસાબો અને વિવિધ કામગીરીનો અહેવાલ પણ સમાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સમાજના સહકારથી ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો ચાલુ રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ હાજી રીઝવાનભાઈ જુણેજાના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી શકીલભાઈ સમા, હાજીઈરફાનભાઈ નોયડા,હુશેનભાઈ નોયડા, હાજી હસનભાઈ કુરેશી, રહીમભાઈ સોઢા, મકસુદભાઈ સોઢા,ઇમરાનભાઈ જોખીયા, અયુબભાઈ જોખીયા, શબિરભાઈ ચૌહાણ, આકિબભાઈ જોખીયા, સાહિલભાઈ જોખીયા, સાહિલભાઈ કુરેશી સહિતના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh