Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોટો તથા વીડિયો વાયરલની આપી હતી ધમકીઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયાની એક સગીરા સાથે સુરતના શખ્સની સગાઈ થયા પછી તે સંબંધ તોડી નાખવામાં આવ્યો હતો. તેનો ખાર રાખી આ શખ્સ તથા તેના ભાઈએ સગીરાનો વાંધાજનક ફોટો ગ્રુપમાં મૂકી ફોટો તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં બંને આરોપીને ચાર વર્ષની કેદ અને રૂ।.ર લાખ ૬પ હજારનો દંડ ફટકારાયો છે.
સુરતના અકરમ હુસેન સાંજી નામના શખ્સ સાથે ખંભાળિયા પંથકમાં વસવાટ કરતા એક સગીરાની થોડા વર્ષ પહેલાં સગાઈ નક્કી કરવામાં આવી હતી. તે પછી આ યુગલ વચ્ચે કોલ અને મેસેજથી વાતચીત થતી રહેતી હતી. જેમાં અકરમે વાત વાતમાં તે સગીરાને કહ્યું હતું કે, મારે તારી સાથે લગ્ન કરવા નથી પરંતુ મારા માતાના કહેવાથી સગાઈ કરી છે અને તેમ કહી ગાળાગાળી પણ કરાતી હતી. તેની વાત સગીરાએ પોતાના પરિવારને કરતા ત્રણેક મહિના પછી સગાઈ તોડી નાખવામાં આવી હતી.
ત્યારપછી અકરમ તથા અકબર હુસેન સાંજી દ્વારા જે તે વખતે સગીરાના પરિવાર સાથે બનાવાયેલા ગ્રુપમાં સગીરાનો ફોટો અપલોડ કર્યાે હતો અને તે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરી હતી. આ બાબતની વર્ષ ૨૦૨૪ના માર્ચ મહિનામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. બંને આરોપીની ધરપકડ કરાઈ હતી.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી અકરમ હુસેન તથા અકબર હુસેન સાંજી નામના ભાઈઓને આઈપીસી ૩પ૪ (સી)ના ગુન્હામાં એક વર્ષની કેદ, ૩૮૪ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, ૫૦૪ના ગુન્હામાં રૂ।.પ હજારનો દંડ, ૫૦૬ (ર)ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, આઈટી એક્ટની કલમ ૬૬ (ઈ)ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, ૬૭ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, ૬૭ (બી)ના ગુન્હામાં ચાર વર્ષની કેદ અને પોક્સો એક્ટની કલમ ૧૨ અને ૧૭ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકાર્યા છે. દંડની રકમમાંથી રૂ।.અઢી લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial