Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્રને સાંકળતી અનેક ટ્રેનો રદ્

મુંબઈ-નવસારીમાં ભારે વરસાદના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: મુંબઈ-નવસારી વિસ્તારમાં વરસેલા ભારે વરસાદના કારણ સૌરાષ્ટ્રના ટ્રેન વ્યવહારને અસર થવા પામી છે, અને અનેક ટ્રેનો રદ્ કરવામાં આવી છે.

મુંબઈ-નવસારી રેલવે માર્ગે વ્યાપક વરસાદ થતા પાણી ભરાયા છે. પરિણામે સૌરાષ્ટ્ર તરફ આવન-જાવન કરતી ટ્રેન સેવાને અસર થવા પામી છે.

ગઈકાલ તા. ૭-૭-ર૦ર૬ ના પોરબંદર-દાદર (સૌ. એક્સપ્રેસ), ઓખા-વેરાવળ અને જામનગર-બાંદ્રા (હમસફર) ટ્રેન રદ્ કરવામાં આવી હતી.

જ્યારે આજે તા. ૮-૭-ર૦ર૬ ના વેરાવળ-ઓખા અને આવતીકાલ તા. ૯-૭-ર૦ર૬ ની ઓખા-મુંબઈ (સૌરાષ્ટ્ર મેઈલ) ટ્રેન રદ કરવામાં આવી છે.

ઉપરાંત તા. ૭ ની મંબઈથી રવાના થનાર સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન અને મુંબઈ-હાપા (દૂરંતો) ટ્રેન પણ રદ્ કરવામાં આવી છે, જે ટ્રેન આજે જામનગર આવશે નહીં. પરિણામે આજ તા. ૮ ની હાપા-મુંબઈ (દૂરંતો) ટ્રેન પણ રદ્ કરવામાં આવી છે. ઉપરાંત આજની તા. ૮ ની ઓખા-વેરાવળ અને તા. ૯ ની વેરાવળ-ઓખા ટ્રેન રદ્ કરવામાં આવી છે, જ્યારે તા. ૧૦ ની ઓખા-મુંબઈ (સૌ. મેઈલ) પણ રદ્ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh