Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને નાનાભાઈએ જાણ કરીઃ
જામનગર તા. ૮: જામજોધપુરના જામવાડીમાં ગઈકાલે વાહનમાંથી પતરા ઉતરતા હતા ત્યારે પતરા નીચે આવી જતાં ત્યાં હાજર એક વૃદ્ધનું બેસી ગયું હતું. તેમના નાનાભાઈએ અપમૃત્યુ અંગે પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા કીર્તિભાઈ અરજણભાઈ સુતરીયા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે ગૌશાળા પાસે એક વાહનમાંથી લોખંડના પતરા ઉતરતા હતા ત્યાં હાજર હતા. આ વેળાએ પતરા નીચે આવી જતાં કીર્તિભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું હતું. જેના પગલે કીર્તિભાઈને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. તે દરમિયાન કીર્તિભાઈનું મૃત્યુ નિપજ્યું છે. સુભાષભાઈ અરજણભાઈ સુતરીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial