Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિમાન્ડ પર રહેલા આરોપીએ આપી કબૂલાતઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયાના શાકભાજીના હોલસેલર અને સોનાના દાગીના પહેરવાના શોખીન એવા વેપારીને વિરમદળ ગામની સીમમાં લઈ જઈ તેઓની હત્યા કરી નાખવામાં આવી હતી અને તેમના શરીર પરથી રૂ।.ર૮ લાખના દાગીના ઉતારી લેવાયા હતા. આ કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીએ કાવતરૂ ઘડનાર શખ્સનું નામ પણ આપતા તેની પોલીસે ધરપકડ કરી છે.
ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા અને શાક બકાલાના હોલસેલના વ્યાપાર સાથે સંકળાયેલા આસીફ ઓસમાણભાઈ લાખા નામના વેપારીની રૂ।.ર૮ લાખથી વધુના સોનાના દાગીનાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી કરપીણ હત્યાના કેસમાં હાજા ભારમલ ગઢવી અને કાયદાથી સંઘર્ષિત એક કિશોરની અટકાયત કરી લેવાઈ હતી.
આ વેપારીને વિરમદળ ગામની સીમમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. પોલીસે આરોપીઓની ત્રણ દિવસની રિમાન્ડ મેળવ્યા પછી પૂછપરછમાં હત્યાનું કાવતરૂ ઘડનાર મૂળ કલ્યાણપુર તાલુકાના માળી ગામના વતની અને હાલમાં ખંભાળિયામાં રહેતા રવિ સુરા ગામણા નામના શખ્સનું નામ પણ ખૂલ્યું છે.
હત્યાનો આ શખ્સ માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાજા ભારમલની કઢાવેલી કોલ ડીટેઈન વગેરેમાંથી રવિ સુરાનું નામ ઉપસી આવ્યું હતું. હત્યાનું કાવતરૂ ઘડવામાં આ શખ્સે મોટી ભૂમિકા ભજવી હોવાનું ખૂલ્યું છે. આ શખ્સની પણ ગઈકાલે પીઆઈ સી.આર. રાણાએ અટકાયત કરી લીધી છે. આ શખ્સને આજે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, લૂંટમાં ગયેલા રૂ।.ર૮ લાખથી વધુના દાગીના અને મોટર તથા છરી કબજે કરી લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial