Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગીરની દંતકથારૂપ સિંહબેલડી
જામનગર તા. ૮: : ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ, શ્રી પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્કમાં 'જય-વીરૂ'ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું.
જય-વીરૂનું આ બેકલાઇટ બોર્ડ શ્રી નથવાણી તરફથી તેમના હ્ય્દયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હ્ય્દયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) શ્રી રામ રતન નાલા, તેમની વન અધિકારીઓની ટીમ સાથે ઉપસ્થિત રહૃાા હતા.
આ પહેલ વિશે જણાવતા, શ્રી પરિમલ નથવાણીએ કહૃાું હતું કેઃ *અમે ઇચ્છીએ છીએ કે સાસણ ગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી અને વન્યજીવન પ્રેમી જય-વીરૂના વારસાને સારી રીતે જાણે. તે બંને ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર, ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ગીરનું સાચું ગૌરવ હતા, અને આ સ્મૃતિ દ્વારા, અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.*
શ્રી નથવાણીએ આ સિંહજોડી સાથે જોડાયેલી પોતાની ઊંડી અંગત લાગણીઓને પણ જણાવતા એ યાદ કર્યું હતું કે, તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે તેમના નામકરણમાં સક્રિય રીતે સામેલ હતા જે બાબત આ શ્રદ્ધાંજલિને ખૂબ જ ભાવનાત્મક બનાવે છે.
જય અને વીરૂનો સમૃદ્ધ વારસો
ગયા વર્ષે અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ જય અને વીરૂનું દુઃખદ અવસાન થયું હતું. ગત ૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ તે બંનેના મૃત્યુ પછી તુરત જ, શ્રી નથવાણીએ *જય-વીરૂની જોડી* નામના એક ભાવનાત્મક લોક-શૈલીના ગાયન અને *જય-વીરૂની અમર ગાથા* નામની એક સંવેદનાત્મક દસ્તાવેજી રજૂ કરી હતી. આ બંને પ્રોજેક્ટ્સે બંને ડાલામથ્થાની પરસ્પરની ભાવના, અતૂટ બંધન અને અમિટ વારસાની સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી.
'શોલે'ના પાત્રોની યાદ તાજી
બોલિવૂડની યાદગાર ફિલ્મ શોલેના અમર થઈ ગયેલા પાત્રોની યાદ અપાવતા, જય અને વીરૂનો વાસ્તવિક જીવનનો સંગાથ રૂપેરી પડદા પરના જય-વીરૂની ઉપસ્થિતિ કરતા પણ વધુ છવાઈ ગયો હતો. ગીરના વન્યજીવ પ્રેમીઓ અને અનુભવી ટ્રેકર્સ વારંવાર આ ભવ્ય બેલડીના અસંખ્ય સાહસોનું વર્ણન કરે છે. ક્યારેક ક્યારેક નાના-મોટા ઝઘડા અને સંઘર્ષ વચ્ચે પણ, આ બંનેનું બંધન અતૂટ રહૃાું હતું કારણ કે તેઓએ સંયુક્ત રીતે માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા જેવા ક્ષેત્રો પર શાસન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial