Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ સામે પોલીસે ગુન્હો નોંધ્યોઃ
જામનગર તા. ૮: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં કામળીયાવાસમાં રહેતા એક દેવીપૂજક યુવાનને પુઠા ભરવાની બાબતે ગોકુલનગર પાણાખાણના શખ્સ સાથે બોલાચાલી થયા પછી બે જૂથ વચ્ચે ગઈકાલે સાંજે છૂટાહાથની મારામારી થઈ હતી. બંને પક્ષની ફરિયાદ પરથી કુલ આઠ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા કામળીયાવાસમાં રહેતા વિજય માલજીભાઈ વાઘેલાને પુઠા ભરવા બાબતે પ્રવીણ ચનાભાઈ પરમાર સાથે બોલાચાલી થયા પછી વિજયભાઈના ભત્રીજા સાથે તે બાબતે શિવા ચનાભાઈ પરમારે ઝઘડો કરતા ગઈકાલે સાંજે વિજય વાઘેલા તથા અન્ય વ્યક્તિઓ સમજાવટ કરવા જતાં પ્રવીણ તેમજ શિવા ચનાભાઈ, દેવાંગ રામજીભાઈ અને વિજય ચનાભાઈ પરમારે હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને વચ્ચે પડનાર વિજય વાઘેલાના કૌટુંબિક ભાઈ દિનેશ કાનજીભાઈ વાઘેલા પર વિજય પરમારે ધોકાથી હલ્લો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરોક્ત ફરિયાદની સામે પ્રવીણ ચનાભાઈ પરમારે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ વિજય માલજી વાઘેલા સાથે પુઠા ભરવા બાબતે બોલાચાલી થયા પછી તેના ભાઈ સાથે વિજય ડાયાભાઈ વાઘેલાએ ઝઘડો કરતા પ્રવીણભાઈ સહિતના વ્યક્તિઓ સમજાવવા ગયા હતા ત્યારે વિજય માલજીભાઈ, વિજય ડાયાભાઈ, વિશાલ નાથાભાઈ, દિનેશ કાનજીભાઈ વાઘેલાએ ગાળાગાળી કરી ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial