Advertisement
Author: નોબત સમાચાર

મિડલ ઈસ્ટમાં ફરી ફાટી નીકળ્યુ યુદ્ધઃ પરસ્પર ભિષણ હૂમલા

હોર્મુઝમાં જહાજો ૫ર ઈરાનના હૂમલા પછી અમેરિકાની એરસ્ટ્રાઈકઃ ઈરાનનો કૂવૈત પર વળતો પ્રહાર

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન / તહેરાન તા. ૮: મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યુ છે અને ઈરાન તથા અમેરિકાના સામસામે ભિષણ હૂમલાઓ પછી તંગદિલી વધી છે, હોર્મુઝ સ્ટેટમાં ઈરાને ત્રણ જહાજો પર મિસાઈલ છોડ્યા પછી તમતમી ઉઠેલા અમેરિકાએ ઈરાનના બંદરો પર એરસ્ટ્રાઈક કર્યા પછી ઈરાને કૂવૈતના અમેરિકી ઠેકાણાઓ પર હૂમલો કર્યો હોવાના અહેવાલો છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ ફરી એકવાર ભભૂકી ઉઠી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાને અસ્વીકાર્ય ગણાવીને અમેરિકાએ ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી, જેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાન પર ભયાનક જવાબી હવાઈ હુમલા શરૂ કરી દીધા હતાં.

અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

અમેરિકનસેનાએ દક્ષિણ ઈરાનના કેશમ આઈલેન્ડ, બંદર અબ્બાસ અને સીરિક વિસ્તારમાં ભારે બોમ્બમારો કર્યો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ઈરાની સરકારી મીડિયા અને પ્રેસ ટીવીના અહેવાલો અનુસાર, દક્ષિણ ઈરાનના કેશમ દ્વીપ અને બંદર અબ્બાસમાં ભયાનક વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. જ્યારે દક્ષિણના પોર્ટ સિટી સીરિકમાં ઓછામાં ઓછા સાત મોટા ધડાકા થયા છે, જેમાંથી છ પ્રોજેક્ટાઈલ સીરિકના તાહેરૂઈ પિયર વિસ્તારમાં આવીને પડ્યા છે.

અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વાણિજ્યિક જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. સેન્ટકોમે ઈરાનના આ કૃત્યને ગેરવાજબી, ખતરનાક અને યુદ્ધવિરામ (સીઝફાયર) નું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.

બીજી તરફ, આ હવાઈ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને અમેરિકન હુમલાને ઇસ્લામાબાદ સમજૂતીના પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આ માટે સંપૂર્ણપણે અમેરિકન સરકારને જવાબદાર ઠેરવી છે.

અમેરિકાએ ઈરાન પર મંગળવારે મોડી રાત્રે હવાઈ હુમલા કર્યા હતાં. જેમાં આઈઆરજીસીના ૮૦થી વધુ મથકોને નિશાન બનાવાયા. આ હુમલા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન થયા હતાં.

બીજી તરફ બહેરીનના ગૃહ મંત્રાલયે કટોકટીની ચેતવણી આપતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા જણાવ્યું. ઈરાને કુવૈત પર પણ ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા, જેની પુષ્ટિ કુવૈતી સેનાએ કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વધેલા ભારે તણાવની વચ્ચે બહેરીનના ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં અચાનક કટોકટીની ચેતવણી આપતા સાયરન (ઇમરજન્સી અલાર્મ) વગાડી દીધા છે. મંત્રાલયે કડક આદેશ જાહેર કરીને તમામ નાગરિકો અને પ્રવાસીઓને કોઈપણ પ્રકારની વિલંબ વિના તુરંત જ નજીકના સુરક્ષિત સ્થાનો અથવા આશ્રયસ્થાનો (શેલ્ટર્સ) તરફ જવા નિર્દેશ આપ્યો છે. આ અણધારી ઘટના બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

વાસ્તવમાં, મિડલ ઈસ્ટમાં આ તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ મંગળવાર મોડી રાતથી એક મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું. જે બુધવાર સવાર સુધી ચાલ્યું હતું. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈરાનમાં આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી છે.

અમેરિકી સેનાના સત્તાવાર નિવેદન અનુસાર, આ હવાઈ હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના ૮૦થી વધુ સૈન્ય મથકોને તબાહ કરવામાં આવ્યા છે. જેમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કોસ્ટલ રડાર સ્ટેશન, એન્ટી-શિપ મિસાઈલ લોન્ચર, ડ્રોન લોન્ચ સાઈટ અને ૬૦થી વધુ હાઈ-સ્પીડ બોટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંદર અબ્બાસના શહીદ હક્કાની પોર્ટ સહિત કેશ્મ દ્વીપ અને સીરિકની આસપાસના અનેક લશ્કરી ઠેકાણાઓને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ યુદ્ધની અસર અન્ય ખાડી દેશો પર પણ જોવા મળી રહી છે. ઈરાને કુવૈતને નિશાન બનાવીને મોટો ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો છે, જેની પુષ્ટિ કુવૈતની સેના દ્વારા કરવામાં આવી છે. કુવૈતના સૈન્ય જનરલ સ્ટાફે જણાવ્યું કે દેશની એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે સક્રિય છે અને દુશ્મન દેશ તરફથી આવી રહેલી મિસાઈલો તથા ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે. સેનાએ લોકોને આકાશમાં થતા ધડાકાઓથી ન ગભરાવા અને તુરંત જ સુરક્ષિત સ્થળોએ આશરો લેવા વિનંતી કરી છે.

ફરીથી હતા, ત્યાં ને ત્યાં ?

મધ્યપૂર્વમાં તંગદિલી વધતા જ ક્રૂડના ભાવો વધ્યા

નવી દિલ્હી તા. ૮:   મધ્યપૂર્વમાં તંગદિલી વધતા જ ક્રૂડના ઘટેલા ભાવોમાં ફરી વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં હલચલ મચી ગઈ છે. આજે શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવો ૪ ટકા વધ્યા હતાં, તે પછી થોડા ઘટાડા સાથે (ર.૮૧ ટકાના વધારા સાથે) ૭૪.રર ડોલર પ્રતિ બેરલનો ભાવ ટ્રેડ થયો હતો. યુએસ બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ પણ ર.૯૧ ટકા વધીને ૭ર.૪૯ ડોલર પ્રતિ બેરલ ટ્રેડ થયો હતો. તેથી પૂર્વવત સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જણાય છે.

ઈરાન સાથે વાત એટલે બરબાદી

સીઝફાયર ખતમઃ ટ્રમ્પ

વોશિંગ્ટન તા. ૮: ઈરાને વહાણો પર કરેલા હુમલા પછી ભડકેલા ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત નહીં થાય, તેમ કહીને સીઝફાયર ખતમ થયું હોવાની ઘોષણા કરી છે. ટ્રમ્પની ઘોષણા પછી શેરબજારમાં ૧૬૦૦ પોઈન્ટનો કડાકો

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh