Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૂ।.૫૧૭૦ રોકડા કબજે કરાયાઃ
જામનગર તા. ૮: કાલાવડના પીપર ગામમાં એક ખેતર નજીક ગઈરાત્રે તીનપત્તી રમતા છ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. પટમાંથી રૂ।.૫૧૭૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
કાલાવડ તાલુકાના પીપર ગામના રસ્તે એક ખેતર નજીક ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી તીનપત્તી રમતા સુભાષભાઈ ખોડાભાઈ રાખસીયા, આકાશ કાનજીભાઈ રાખસીયા, રમેશભાઈ ગોવિંદભાઈ રાખસીયા, દિલીપ વાલજીભાઈ રાખસીયા, કરશનભાઈ ભાણાભાઈ રાખસીયા, કિશોર રવજીભાઈ રાખસીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૫૧૭૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial