Advertisement
Author: નોબત સમાચાર

પત્નીની આત્મહત્યા પછી યાદમાં ઝુરતા પતિએ ગળાટૂંપો ખાઈ કરી આત્મહત્યા

રીસામણે પિયર આવેલા પરિણીતાએ ખાધો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ખંભાળિયામાં પાંચેક વર્ષથી રીસામણે પિયર આવેલા એક પરિણીતાએ ગઈકાલે પિતાના ઘેર અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે બે મહિના પહેલાં એક મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યા પછી તેઓની યાદમાં ઝુરતા પતિએ પણ ગઈકાલે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

ખંભાળિયા શહેરના કુંભારપાડા વિસ્તારમાં વસવાટ કરતા સાયરાબાનુ ઈરફાનભાઈ ભાયા (ઉ.વ.ર૬) નામના યુવતીએ ગઈકાલે સાંજે પોતાના પિતાના ઘેર કોઈ અગમ્ય કારણથી મરી જવાનો નિર્ણય કર્યા પછી દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં પિયર પક્ષના વ્યક્તિઓએ સાયરાબાનુને સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી. તે દરમિયાન આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. ગફારભાઈ અલારખાભાઈ મોવરે પોલીસને જાણ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ સાયરાબાનુ છેલ્લા પાંચેક વર્ષથી સાસરેથી રિસામણે આવ્યા હતા. તે પછી ગઈકાલે તેણીએ આત્મહત્યા કરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલી નરસંગ ટેકરી નજીક વસવાટ કરતા પ્રતાપભાઈ જેઠાભાઈ માતંગ (ઉ.વ.૩૩) નામના યુવાને ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના નાનાભાઈ ભરતભાઈ માતંગે પોલીસને વાકેફ કરી છે. તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યા મુજબ પ્રતાપભાઈના પત્ની રાણીબેને બે મહિના પહેલાં કાનપર શેરડી ગામમાં ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારપછી પત્નીની યાદમાં ઝુરતા પ્રતાપભાઈ ઉદાસ રહેતા હતા અને તેઓએ પણ ગઈકાલે ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh