Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જૈન સમાજ માટે સંઘમાતા હેમલતા પરિવાર દ્વારા ૧૮ દિવસીય તપ

આવતીકાલથી આગામી તા. ર૬ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર પટેલ કોલોની શેરી નં. ૪ મા સ્થિત શ્રી સ્થાનકવાસી જૈન હાલારી પૌષધશાળામાં બિરાજતા બ.બ્ર. પ.પૂ. કેશવજી મુનિ મહારાજ સાહેબ આદિથાણા તથા સ્થાનકવાસી જૈન મોટાસંઘ, ચાંદીબજારના જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રયમાં બિરાજતા ગોંડલ સંપ્રદાયના ઝવેર પરિવાર પ.પૂ. દયાબાઈ મહાસતીજી સુશિષ્યા તેમજ અન્ય ઉપાશ્રયમાં બિરાજતા જૈન સતીજીની પાવન નિશ્રામાં તા. ૯/૭ થી તા. ર૬/૭ સુધી તપનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન પ.પૂ. હર્ષાબાઈ મહાસતીજીની આઠમી પુણ્યતિથિ અને મંજુલાબાઈ મા.ની ત્રીજી માસિક પુણ્યતિથિ, સંઘમાતા પરિવાર જયેષ્ઠ પુત્ર મુકેશભાઈ, દીનાબેન યોગેશભાઈ શાહ તથા જયશ્રીબેન મયુરભાઈ શાહની માસિક પુણ્યતિથિ નિમિત્તે સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી આ અઢાર દિવસીય તપનું આયોજન કરવામાં આવ્યું છે.

જમાં તા. ૯ ના ઉપવાસ, તા. ૧૦ ના બ્યાસણું, તા. ૧૧ ના ઉપવાસ, તા. ૧૧ ના બ્યાસણું, તા. ૧૩ ના ઉપવાસ, તા. ૧૪ ના બ્યાસણું, તા. ૧પ ના ઉપવાસ, તા. ૧૬ ના બ્યાસણું, તા. ૧૭ ના ઉપવાસ, તા. ૧૮ ના બ્યાસણું, તા. ૧૯ ના ઉપવાસ, તા. ર૦ ના બ્યાસણું, તા. ર૧ ના ઉપવાસ, તા. રર ના બ્યાસણું, તા. ર૩ ના ઉપવાસ, તા. ર૪ ના બ્યાસણું, તા. રપ ના ઉપવાસ અને તા. ર૬ ના બ્યાસણું રાખવામાં આવ્યું છે.

બ્યાસણું લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં કરવાનું રહેશે અને પ્રત્યાખ્યાન ઉપાશ્રયમાં બિરાજતા સંત-સતીજી પાસે લેવાના રહેશે. બ્યાસણું અને પારણા દર્શાવેલ સમય પ્રમાણે લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડીમાં કરાવવામાં આવશે. બ્યાસણાનો સમય સવારે ૮-૧પ થી ૯-૩૦ અને સાંજે ૪-૩૦ થી પ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે.

તપ કરનાર સર્વે તપસ્વીએ તેમનું નામ મંજુલાબેન મહેતા (મો. ૯૮ર૪પ ૪૭૬પ૩) તથા રીટાબેન મહેતા (મો. ૭પ૬૭૮ ૮ર૭૭ર) પાસે નોંધાવાનું રહેશે. દાતાશ્રી સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી પારણા સમયે તપસ્વીઓનું બહુમાન કરવામાં આવશે. જેમણે પણ તપસ્વીઓનું બહુમાન કરવું હોય તેઓ પારણાના દિવસે બ્યાસણું છે ત્યારે ૯ વાગ્યે કરી શકશે. સમસ્ત જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓએ આ તપમાં જોડાઈને લાભ આપવા દાતા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘના મંત્રી દિપકભાઈ શાહ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh