Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીજડિયાથી આવતી ૧૧૦૦ ડાયા.ની લાઈનમાં ભંગાણ
જામનગર તા. ૭: જામનગર શહેરના અનેક વિસ્તારો માટે પાણી વહન કરતી પાઈપલાઈનમાં ગઈકાલે ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો. આખરે મરામત કામગીરી કરવામાં આવ્યા પછી પાણી વિતરણ વ્યવસ્થા મોડેથી શરૂ થવા પામી હતી.
સુભાષ બ્રિજ હેઠળના વિસ્તારમાં ગઈકાલે પાણીની પાઈપલાઈનમાં લીકેજના કારણે અમૂલ્ય પાણીનો જથ્થો વેડફાયો હતો. આ અંગે જાણકારી મળતા જ મહાનગરપાલિકાની વોટર વર્કસનો સ્ટાફ દોડી ગયો હતો અને મરામત કામગીરી હાથ ધરી હતી.
વોટર વર્કસ શાખાના અધિકારીના જણાવ્યા મુજબ ખીજડિયા સમ્પથી પસાર થતી ૧૧૦૦ ડાયા.ની પાઈપલાઈનના એર વાલ્વમાં લીકેજીંગ થયું હતું. આ પછી મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાઈપલાઈન સડી ગયેલ હાલતમાં હોવાથી તેને બદલાવાની ફરજ પડી હતી.
રાત્રે લગભગ આઠેક વાગ્યે લાઈન બંધ કરવામાં આવી હતી અને મરામત કામગીરી ૧ર વાગ્યા પછી પૂર્ણ થતા પાણી સપ્લાય શરૂ કરવામાં આવતા આજે ૩ થી ૪ કલાક સપ્લાય મોડી થઈ રહી છે.
આ ૧૧૦૦ ડાયા.ની પાઈપલાઈન મારફત ગુલાબનગર, નવાગામ, બેડી અને સમર્પણ ઈએસઆર હેઠળના વિસ્તારમાં પાણી વિતરણને અસર પહોંચી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial