Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટન્ટબ્રીજ તા. ૮: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના તૃતીય ટી-ર૦ મેચમાં ભારતીય ટીમનો ભૂંડો પરાજય થયો છે.
ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડના બેટધરોએ આક્રમક બેટીંગ કરી સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. નિર્ધારીત ર૦ ઓરવમાં ઈંગ્લેન્ડના ૭ વિકેટે ર૦૧ રન થયા હતાં.
ઈંગ્લેન્ડ તરફથી સોલ્ટના ૭૦ રન, બટલરના ૩૬, બ્રુકના ૧૬, બેથેલના ૧૩, બેન્ટોન શૂન્ય, સામ કરનના ૪૧ (અણનમ), જેક્સના ૧૪, આર્ચરના પાંચ રન થયા હતાં. મેચ જીતવા માટેના ર૦ર રનના લક્ષ્યાંક સામે ભારતે દાવ શરૂ કર્યો હતો અને બીજી જ ઓવરમાં અભિષેક શર્મા ૧૦ રન કરી આઉટ થયો હતો. ત્યારપછી થોડા થોડા રનના ઉમેરા સાથે ભારતના બેટધરો આઉટ થતા ભારતની ટીમનો રીતસર ધબડકો થયો હતો. વૈભવ સૂર્યકાંત ૧૩, ઈસન કિશન ૧૩, શ્રેયસ અય્યર પ, અક્ષર પટેલ ૧૦, તિલક વર્મા ૩, હર્ષિત રાણા ૯, શિવમ્ દુબે ર, અર્શદીપ ૪, વરૂણ ચક્રવર્તી પ રન કરી આઉટ થઈ જવાથી ભારતની આખી ટીમ ૧૧.૪ ઓવરમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડનો ૧રપ રનથી જવલંત વિજય થયો હતો. પાંચ ટી-ર૦ ની સીરીઝમાં પ્રથમ મેચ વરસાદમાં પડતો મૂકાયા પછી બાકીના બન્ને મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial