Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, દાગીના, પિસ્તોલ ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૧૩: જામનગરના ઢીંચડા રીંગ રોડ પર આવેલી એક સોસાયટીમાં એક્સ આર્મીમેનના આવેલા મકાનમાંથી રૂ. ૧૮ લાખ ઉપરાંતની મત્તાની ચોરી થઈ છે. રસોડાની બારીની ઝાળી કાપી નાખી ઘૂસેલા તસ્કરે સોના-ચાંદીના દાગીના, અડધા લાખની પિસ્તોલ તથા રૂ. ૧૩ લાખ ૬૮ હજાર રોકડા ચોરી કર્યા છે.
જામનગરના ઢીંચડા રીંગ રોડ પર આવેલા બાલાજી પાર્ક નજીક નંદનવન પાર્ક સોસાયટીના ફલેટ નં.૭૩/૩માં રહેતા એક્સ આર્મીમેન રણવીર પ્રતાપભાઈ સુધાકરભાઈ સિંગ નામના મૂળ ઉત્તરપ્રદેશના તીઘરા જિલ્લાના વતની ગઈ તા.૧૭ એપ્રિલે પોતાના પરિવાર સાથે વતન ગયા હતા.
તેઓએ પોતાના મકાનનું ધ્યાન રાખવા માટે મિત્રને જણાવ્યું હતું તેથી તેમના મિત્ર ધ્યાન રાખવા અને ફૂલછોડને પાણી આપવા આવતા હતા. તે દરમિયાન ગઈ તા.૨૯ એપ્રિલ પછીથી આ મકાનમાં કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા. તેમના મકાનમાંથી રૂ. ૧૩,૬૮,૦૦૦ રોકડા, રૂ. ૧,૩૫,૦૦૦ના સોનાના દાગીના તેમજ ચાંદીના સિક્કા, ઘરેણાં મળી રૂ. ૩,૦૧,૫૦૦ના દાગીના અને રૂ. ૫૦ હજારની કિંમતની લાયસન્સવાળી પિસ્તોલ ચોરાઈ ગઈ છે.
તસ્કરો પિસ્તોલ ઉપરાંત તેના બે મેગ્ઝીન, ૩૦ રાઉન્ડ પણ સાથે લેતા ગયા છે. તેમના મકાનના રસોડામાં મૂકવામાં આવેલી બારીની લોખંડની ઝાળી કાપીને તસ્કરો ઘૂસી ગયા હતા અને કુલ રૂ. ૧૮,૫૬,૩૦૦ની મત્તા ચોરી કરીને લઈ ગયા હતા. આ બાબતની વતનમાંથી પરત આવેલા રણવીરપ્રતાપસિંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરીના વડપણ હેઠળ પીએસઆઇ એમ.વી. દવે તથા સ્ટાફે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial