Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા ૧૭ નવેમ્બરે
જામનગર તા. ૧૩: જામનગર શહેર-ઝિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત તપોવન ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સર્વજ્ઞાતિય મા-બાપ વિહોણી અગિયાર દીકરીઓના જાજરમાન કન્યાદાન લગ્નોત્સવ-ર નું આયોજન તા. ૧૭-૧૧-ર૦ર૪ ના દિને જામનગરમાં કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ અંગે વિસ્તૃત જાણકારી આપવા તપોવન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઈ જાની, ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવદી, ટ્રસ્ટીઓ પરેશભાઈ જાની, નરેન્દ્રભાઈ ત્રિવેદીએ સમૂહલગ્નની રૂપરેખા જણાવી હતી.
સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરતી હોય છે. સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે, પરંતુ મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વજ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર 'કન્યાદાન લગ્નોત્સવ-ર' તરીકે થઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં અલગ-અલગ જ્ઞાતિઓની ૧૧ દીકરીઓ પ્રભૂતામાં પગલાં માંડાશે.
આ 'કન્યાદાન લગ્નોત્સવ-ર'માં તપોવન ફાઉન્ડેશન આવી દીકરીઓના માતા-પિતાના કર્તવ્યભાવે સમૃદ્ધ કરિયાવર દરેક દીકરીઓને આપશે. આ પ્રસંગની વિશેષતા એ છે કે દીકરી ના હોય તેવા માતા-પિતા કન્યાદાનના આ પૂર્ણ કાર્યનો લાભ લે તેવો પણ ભાવ છે. આ લગ્નોત્સવની વિશેષતા એ છે કે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ જેવી કે લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, ગૃહશાંતિ, હસ્તમેળાપ અને સપ્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડિતો દ્વારા કરાવવામાં આવશે, તેમજ દીકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે, તદ્ઉપરાંત સમૂહલગ્નના વરરાજાઓનો વરઘોડો એક સાથે નીકળશે અને લગ્ન મંડપે પહોંચશે, અને બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તૈયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે.
આ સમૂહલગ્નમાં લાભ લેવા માટે ઈચ્છુક વ્યક્તિઓએ ફોર્મ તા. ૧૬-પ-ર૦ર૪ સુધીમાં મેળવી તા. ૦૬-૦૬-૨૪ના ફોર્મ ભરીને પરત આપવાના રહેશે. કાયદા મુજબ લગ્ન માટેની ઉંમર ધરાવનાર કન્યા તેમજ યુવકને સમૂહલગ્ન માટે યોગ્ય ગણવામાં આવશે.
આ સમૂહલગ્નના ફોર્મ તપોવન ફાઉન્ડેશન, સી/ઓ, શિવ શક્તિ માર્કેટીંગ, શરૂસેક્શન રોડ, આશાપુરા હોટલ પાસે, જામનગરમાંથી સવારે ૧૦ થી ૧ અને સાંજે પ થી ૮ દરમિયાન મળી શકશે. વધુ વિગતો માટે પરેશભાઈ જાની (મો. ૯૮૭૯પ ૧૦૭પ૪) અને સંજયભાઈ જાની (મો. ૯૯ર૪૪ ૭ર૭૦૯) નો સંપર્ક કરવા જણાવાયું છે.
આ પત્રકાર પરિષદમાં તપોવન ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગી બનવા સંસ્થામાં જોડાયેલા અગ્રણી રોહિતભાઈ મારૂ તેમજ ભાવેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આભારદર્શન પરેશભાઈ જાનીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial