Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનિયાનગરની કિંમતી જમીનના મામલામાં વાદી વીનઃ
જામનગર તા. ૧૧: જામનગરના સોનિયાનગર ૫ાછળ આવેલા સાંઈબાબાના મંદિર નજીક અંદાજે ૫ હજાર ફૂટ જગ્યા ઓસમાણ અબુ સોઢાના પિતાના નામે આવેલી હતી. તે જગ્યામાં મકાન તથા ખુલ્લા પ્લોટનો કબજો ઓસમાણ તથા તેના ત્રણ ભાઈઓ પાસે હતો. ઓસમાણના પિતાએ અવસાન પહેલાં બીજી પત્ની તથા પુત્રને બીજી જગ્યા આપી હતી.
ત્યારપછી શકીનાબેન અબુ સોઢા કે જેઓ ઓસમાણના ઓરમાન માતા છે તેઓએ એક વીલ ઉભુ કરી ઉમર યાકુબ માજોઠી સાથે મળી બોગસ નોટરી, વેચાણ કરાર કરાવ્યા પછી ઉમરના નામે તે જગ્યા ટ્રાન્સફર કરાવી લીધી હતી અને હાલમાં તે મિલકતનો કબજો મેળવી લેવાનો પ્રયાસ કરતા ઓસમાણ સોઢાએ જામનગરની સિવિલ કોર્ટમાં કાયમી મનાઈહુકમનો દાવો કર્યાે હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વીલની જે તારીખ બનાવવામાં આવી છે તે જ તારીખે તેમના પિતાનું ટ્રેન હેઠળ ચગદાઈ જતાં મૃત્યુ નિપજ્યું હતું અને વીલમાં તેની સહી પણ બોગસ છે તેના આધારે બોગસ નોટરી વેચાણ કરાર કરી જગ્યા ટ્રાન્સફર કરાવી છે. તે પછી નવાગામ ઘેડની મ્યુનિ. બરોને નોટીસ અપાતા બરોએ ઉમર માજોઠીનું નામ રદ્દ કર્યું હતું.
ત્યારપછી વાદીએ કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરતા પોલીસ તપાસનો હુકમ કરાયો હતો તેમાં લેબમાં ચકાસણી થતાં વીલ બોગસ હોવાનું ખૂલ્યું હતું. તે દરમિયાન ઉમર માજોઠીએ મનાઈહુકમ માંગતી અરજી કરી હતી. તે નામંજૂર થઈ હતી. હાલના કેસમાં ૫ુરાવો પુરો થયા પછી બંને પક્ષ દ્વારા અદાલતમાં થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વીલમાં મૃતકની સહી ખોટી છે ત્યારે વીલના આધારે કરાયેલો વેચાણ કરાર ધ્યાને લઈ શકાય નહીં તેમ ઠરાવી હાલનો દાવો કબજાના રક્ષણનો છે, પાર્ટીશનનો નથી તેમ ઠરાવી ઓરમાન માતા તથા વેચાણ કરારના આધારે ખરીદ કરનાર ઉંમર માજોઠી સહિતના પ્રતિવાદીએ વાદીના કબજા ભોગવટામાંથી કબજો છીનવવા હરકત ન કરવી તેવો મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી ઓસમાણ અબુ સોઢા તરફથી વકીલ જીતેન્દ્ર નાખવા, હાઈકોર્ટના વકીલ સંજુ જે. નાખવા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial