Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા યુવાનોએ બચાવવાના કરેલા પ્રયત્નો નિષ્ફળઃ
જામનગર તા. ૧૩: કાલાવડના પીપર ગામમાં આવેલા એક તળાવમાં ગઈકાલે જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વતની એવા સાતેક શ્રમિક ન્હાવા માટે ઉતર્યા હતા. તેમાંથી એક શ્રમિક તળાવના ઉંડાણવાળા ભાગમાં પહોંચ્યા પછી ડૂબી ગયો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી ફૂડ પ્રોસેસીંગનું કામ કરતી ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના દેવ કરશનભાઈ ભરડા (ઉ.વ.૧૯) સહિતના સાતેક જેટલા શ્રમિક ગઈકાલે રવિવારની રજા હોવાથી કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવ્યા હતા.
ત્યાં આ શ્રમિકો કરશન કુઈ નામના તળાવ પાસે પહોંચ્યા પછી કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા અને ન્હાવા માટે તળાવમાં ઉતર્યા હતા. તે પછી દેવ કરશનભાઈ તળાવના ઉંડાણવાળા ભાગમાં પહોંચ્યો હતો અને ડૂબવા માંડ્યો હતો.
આ વેળાએ સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ બૂમાબુમ કરવા ઉપરાંત દેવને બચાવી લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. તેમ છતાં આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેની સાથે કામ કરતા માળીયા હાટીનાના ખેરા ગામના પરેશ જીવાભાઈ વાસણે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial