Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે પરપ્રાંતિય શ્રમિકે કર્યા આપઘાતઃ પ્રૌઢનું અકળ કારણથી વિષપાનઃ
જામનગર તા. ૧૩: જોડિયાના બાલંભામાં એક તરૂણીને ઘરનું કામ કરવાનું માતાએ કહેતા માઠું લાગી આવવાથી તરૂણીએ ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે બીમારીથી કંટાળી એક વૃદ્ધે તળાવમાં ઝંપલાવી લીધુ છે. બેકરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક તેમજ દરેડમાં અન્ય એક શ્રમિકે ગળાફાંસો ખાઈ લીધો છે અને એક પ્રૌઢે અકળ કારણથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા સુલતાન જાકુબભાઈ વાઘેર નામના પ્રૌઢની ૧૭ વર્ષની પુત્રી સાઈરોઝ પોતાના ઘરમાં કંઈ કામ કરતી ન હોવાથી શનિવારે તેણીની માતાએ ઘરનુંં કામકાજ કરવા માટે પુત્રીને ઠપકો આપ્યો હતો. તે બાબતનું માઠું લાગી આવતા રવિવારે વહેલી સવારે આ તરૂણીએ પોતાના ઘરમાં લોખંડના એંગલ સાથે ઓઢણી બાંધી ગળાટુંપો ખાઈ લીધો હતો. જેની જાણ થતા તેણીને નીચે ઉતારી બાલંભાના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબેે ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલી લક્ષ્મી બેકરીમાં કામ કરતા સંદીપ તેલી નામના ૧૮ વર્ષના યુવાને શુક્રવારની રાત્રે બેકરીની બાજુની દુકાનમાં જઈ કોઈ અકળ કારણથી છતમાં રહેલા હુકમાં દોરી તથા ઈલેક્ટ્રીક વાયર અને નાળી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની શનિવારે સવારે દુકાને આવેલા રાજેશભાઈ વાસુદેવ તીર્થાણીને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. સીટી એ ડિવિઝનના પીએસઆઇ ડી.જી. રામાનુજે મૃતદેહને પીએમ માટે ખસેડી બેકરીના સંચાલક રાજેશભાઈ તીર્થાણીનું નિવેદન નોંધ્યું છે. મૃતક યુવાન બેકરીમાં કામ કરવા ઉપરાંત બેકરીની ઉપરના ભાગમાં જ રહેતો હતો.
જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા વાછરા દાદાના મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા મૂળ બિહાર રાજ્યના બેગમપુર જિલ્લાના ચેનપુરા ગામના આનંદ મહંતો ઉર્ફે અનંતકુમાર નામના ૪૫ વર્ષના યુવાને શનિવારે પોતાના રહેણાંકમાં કોઈ અકળ કારણથી લોખંડની આડીમાં દોરી બાંધી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને નીચે ઉતારી ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. શિવપ્રસાદ રામબલુસિંહ કુશવાહાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા જુના હુડકોમાં રહેતા જગદીશભાઈ રમણીકલાલ ઠાકર નામના ૬૩ વર્ષના વૃદ્ધ છેલ્લા દસેક વર્ષથી પેટના દુખાવા તથા ચામડીની બીમારીથી પીડાતા હતા. સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા જગદીશભાઈએ શનિવારે સવારે રણમલ તળાવની પાળ પાસે ચબૂતરા નજીક જઈ તળાવમાં ઝંપલાવી લીધું હતું. તેઓના મૃતદેહને કોઈએ નિહાળી ફાયરબ્રિગેડને જાણ કર્યા પછી ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા હાથ ધરેલી તપાસમાં મૃતકના નાનાભાઈ કૌશિકભાઈ ઠાકરનો સંપર્ક થયો હતો. પોલીસે તેઓનું નિવેદન નોંધી કાર્યવાહી કરી છે.
જામનગરના ભાગોળે આવેલા સ્વામીનારાયણ મંદિર પાછળ પ્રમુખ પાર્કમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અશ્વિનભાઈ દેવુભાઈ આંબલીયાના પિતા દેવુભાઈ જગાભાઈ આંબલીયા (ઉ.વ.૫૦) હાલમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. તેઓએ કોઈ કારણથી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત્યુ પામેલા જાહેર કરતા અશ્વિનભાઈએ પોલીસને જાણ કરી છે. એએસઆઈ ડી.જે. જોષીએ અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial