Advertisement
Author: નોબત સમાચાર

કડિયા પરિવારની જમીનમાં તમામ પુત્ર, પુત્રીઓનો હિસ્સો હોવાનું ઠરાવાયું

જામવંથલી ગામમાં આવેલી જગ્યાનો મામલોઃ

જામનગર તા. ૧૩: જામનગરના જામવંથલી ગામમાં આવેલી કડિયા પરિવારની ખેતીની જમીનમાં દરેક પુત્ર, પુત્રીનો હિસ્સો થતો હોવાનું અદાલતે ઠરાવ્યું છે.

જામનગર તાલુકાના જામવંથલી ગામમાં લાલજી વસરામ રાઠોડ નામના આસામીની આવેલી ખેતીની જમીન અંગે તેમના વારસો વચ્ચે વિવાદ થતાં જામનગર તથા રાજકોટ કોર્ટમાં દાવા કરાયા હતા. ગુજરનાર ભગવાનજી લાલજી રાઠોડના વારસમાંથી જીતેન્દ્ર ભગવાનજીએ કોર્ટમાં પરસોત્તમ લાલજી, લાલજી વસરામના અન્ય વારસ સામે પોતાનો ભાગ મેળવવા તેમજ રસ્તાનો ઉપયોગ કરવાનો હરકત ન કરાય તે માટે દાવો કર્યાે હતો.

આ દાવામાં અદાલતે તે જમીનમાં તમામ પુત્ર, પુત્રનો હિસ્સો હોવાનું ઠરાવ્યું છે અને વાદી કે તેના વારસોને આ જમીનનો વપરાશ અને આવવા જવામાં કોઈ હરકત ન કરવી તેમ હુકમ કર્યાે છે. વાદી જીતેન્દ્ર રાઠોડ તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh