Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: આજે ધો. ૧ર સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થયું છે. ૮૭.૯૮ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા સારા પરિણામથી વિદ્યાર્થીઓ રાજી રાજી થઈ ગયા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો. ૧ર ની પરીક્ષાનું આજે ૮૭.૯૮ ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ૯પ ટકા, તો ૧ લાખ ૧૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા ગુણ મેળવ્યા છે. કન્યાનું પરિણામ ૯૧ ટકા જાહેર થયું છે. ધો. ૧ર માં ૧૬,૩૩,૭૩૦ વિદ્યાર્થી નોંધાયા હતાં તેમાંથી ૧૬,ર૧,રર૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૪,ર૬,૪ર૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ સારૂ પરિણામ તિરૂવનંતપુરમ્નું જાહેર થયું છે. જ્યારે બીજા ક્રમે વિજયવાડાનું ૯૯.૦૪ ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે ત્રીજા સ્થાને ચેનઈનું પરિણામ ૯૮.૪૭ ટકા આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial