Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.પ ડિગ્રીઃ બફારો

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા

જામનગર તા. ૧૩: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૮ર ટકાએ પહોંચી જતાં જનતાએ ગઈકાલે બફારો અનુભવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડિગ્રી થી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પાંચ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે પ્રજાજનો બહારથી અકળાઈ ઉઠયા હતાં. પંખા તથા એસી થી દુર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડિગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૬.પ ડિગ્રી જ્યારે અડધો ડિગ્રી ઘટીને લઘુત્તમ તાપમાન ર૬ ડિગ્રી નોંધાયું હતું.

ગઈકાલે સવારે સુર્ય દેવતાએ નભમાં દેખા દિધી પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી. બપોરે આકરા તાપથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આકરા તાપ અને બફારામાંથી રાહત મળે તે માટે નગરજનોએ પંખા, એસી, કુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો. નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરરાશ રપ થી ૩૦ કિમીની રહેવા પામી હતી. સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh