Advertisement
Author: નોબત સમાચાર

ચંગા પાસે ચાલીને જતાં નગરના વૃદ્ધને અજાણ્યા છકડા રિક્ષાએ મારી ઠોકર

મોટી ખાવડી નજીક પ્રૌઢને મોટરની ટક્કરઃ

જામનગર તા. ૧૩: જામનગરના ચેલા ગામ પાસે એક વૃદ્ધને અજાણ્યો છકડો ઠોકર મારીને નાસી ગયો છે. ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. સિક્કાના પ્રૌઢને મોટી ખાવડી નજીક એક ટાવેરાએ ઠોકર મારતા આ પ્રૌઢને ઓપરેશન કરાવવું પડ્યું છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં આવેલી ટીટોડી વાડીમાં રહેતા ગફારભાઈ ગનીભાઈ મન્સૂરી ગઈ તા.૨૫ એપ્રિલની રાત્રે નવેક વાગ્યે લાલપુર ધોરીમાર્ગ પર ચંગા ગામના પાટીયા પાસેથી ચાલીને જતા હતા ત્યારે એક અજાણ્યો રીક્ષા છકડો તેઓને ઠોકર મારીને નાસી ગયો હતો. રોડ પર પછડાયેલા ગફારભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. તેઓએ છકડાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામના ગૌશાળા રોડ પર રહેતા ઓસમાણ રઝાકભાઈ મેપાણીના કાકા ઉમરભાઈ હસનભાઈ મેપાણી (ઉ.વ.પપ) ગઈ તા.૧ની સવારે મોટી ખાવડી નજીકની પાયલ ધાર સામે હોટલ પાસેથી જતા હતા ત્યારે જીજે-૩૭-ટી ૧૮૪૨ નંબરની ટાવેરાએ તેઓને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા પામેલા ઉમરભાઈને પ્લેટ નાખવી પડી છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે ઓસમાણે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh