Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગરમાં પંજુપીર નામની અવેધ મજાર હટાવવાના સરકારી હુકમનો ઉલાળિયોઃ હિન્દુ સેના

એકમાંથી ત્રણ-ચાર મજાર ખડકાઈ-તંત્ર કોની લાજ કાઢે છે?

જામનગર તા. ૧૩: રજીણતસાગરમાં પંજુપીર નામે અવેધ મજાર હટાવામાં તંત્ર કોની લાજ કાઢે છે તેવા પ્રશ્ન સાથે હિન્દુ સેનાએ આ મુદ્દો પુનઃ ઊઠાવતા જણાવ્યું છે કે, જલજેહાદના નામે રણજીતસાગર પરના પંજુપીરની જગ્યાના સરકારી હુકમનો ઉલાળિયો કર્યો છે.

જામનગરના રણજીત સાગરમાં ગેરકાયદેસર અવેધ પંજુપીર નામે મજાર ઊભી કરી લેવામાં આવી છે. શરૂઆતમાં એક હતી હવે ત્યાં ત્રણથી ચાર અવેધ મજારો ખડકી દેવાઈ છે. જેની હિન્દુ સેના દ્વારા મજાર દૂર કરવા ભૂતકાળમાં સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી. અન્ય સંગઠનોએ પણ સરકારને રજૂઆત કરી હતી છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી. આથી હિન્દુ સેનાએ સવાલ ઊઠાવ્યો છે કે તંત્ર પગલાં લેવામાં કોની લાજ કાઢે છે?

રણજીતસાગરના કિનારે ધાર્મિક સ્થળના નામે કથિત ગેરકાયદે બંધાક કરી લેવાયું છે. આ બાબતે ફરિયાદ પછી તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ થતા ત્યાં ચોમાસાના પાણીને લીધે મજાર ન હટાવવાના બહાના મળી ગયેલ હોય, અને પાણી હટશે પછી તેનો નિકાલ થશે તેવા આપાયો હતો. હવે આ અવેધ મજારમાં પાણી ઉતરી ગયું હોય, પરંતુ તંત્રનું પાણી પણ ઉતરી ગયું હોય તેમ દેખાય આવે છે. સરકારના ઓર્ડરને ઘોળીને પી જતી આ અવેધ જગ્યાને હટાવવાની કોઈ અધિકારીઓમાં તાકાત નથી તેવી ચર્ચાઓ સમાજમાં ચર્ચાઈ રહી છે અને રાજકીય નેતાઓ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે.

ખરેખર રણજીતસાગર પર ગેરકાયદેસર અવેધ ૧ર,૦૦૦ થી ૧પ,૦૦૦ ફૂટનો સરકારી કબજો તેમજ અવેધ બાંધકામ હટાવવા માંગ સાથે કલેક્ટર તેમજ ઉચ્ચ સ્તર સુધી હિન્દુ સેનાએ રજૂઆત કરી હતી. સમય અંતરે તા. ૧૬-૯-ર૦રર ના સરકારી ઓર્ડર પણ આવી ગયો હતો.

જામનગર હર્ષદપુર ગામના સરકારી ખરાબાના સ.નં. ૧૧ જુના સ.નં. ૯૦૦૩ ખાતા નં. પ૮૩ વાળી જમીનમાં ૧૭પ૦ ચો.મી. જમીનમાં પરવાનગી વગર ધાર્મિક વિષયક દબાણ કરેલ છે. આ વિગતે પુરાવા ધ્યાને લેતા સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરેલ હોવાનું સ્પષ્ટ રીતે જાહેર થતું હોય, સરકારી ખરાબાના સ.નં. ૧૧ વાળી જમીનમાં ગેરકાયદેસર દબાણ સાબિત કર્યાનું માની દબાણનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૧૭પ૦ અને દંડની રકમ રૂ.  પ૯પ તેમજ દબાણની નીચેની જમીનનો સરકારી તથા ઈતરવેરા વસૂલ લેવા તથા દંડની રકમ તાત્કાલિક ભરવા, ભરાવવા તથા દબાણ ખુલ્લુ કરવા હુકમ કરવામાં આવેલ છે. જો દબાણકાર સ્વચ્છાએ દબાણ દૂર ન કરે તો લેન્ડ રેવન્યુ કોડની કલમ ર૦ર ની નોટીસ આપવાની કાર્યવાહી કરી દબાણ કરનારના ખર્ચે અને દબાણ ખુલ્લુ કરવાનો હુકમ તા. ૧૬-૯-ર૦રર ના ફરમાવવામાં આવેલ હતો.

જેની અમલવારી આજ દિન સુધી કરવામાં આવી નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ કોની લાજ શરમ રાખી બેઠા છે? શું હજુ વધુ મજબૂતી સાથે ડેવલોપ થાય તેની રાહ જોવાઈ રહી છે? આ અવેધ પંજુપીરની જગ્યાને યોગીબાબાના બુલડોઝરવાળી કરવામાં નહીં આવે તો હિન્દુ સેનાએ આગળ વધવું પડશે તો તાત્કાલિક ધોરણે પંજુપીરની અવેધ જગ્યાને દૂર કરવા તંત્ર કમર કશે તેવી માંગણી ઊઠવા પામી છે તેમ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh