Advertisement
Author: નોબત સમાચાર

શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની આંગડિયા પેઢીમાં તપાસના પગલે દ્વારકામાં ખળભળાટ

કેટલીક પેઢીઓને તાળા મારી સંચાલક નીકળી ગયા!

ઓખા તા. ૧૩: તાજેતરમાં સુરત-અમદાવાદ સહિતનાં મહાનગરોમાં દરોડા પછી રાજ્યભરના આંગડીયાઓ અંગે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. ત્યારે  દ્વારકા જિલ્લાના આંગડીયાઓ સુધી પણ આ કૌભાંડનાં તાર પહોંચેલા છે એવી ચર્ચા ઉઠી છે.

ઓખા, મીઠાપુર અને દ્વારકાના આંગડીયા અંગે પણ તપાસ કરવામાં આવે તો શંકાસ્પદ વ્યવહારો મળી આવે એવી પ્રબળ સંભાવના છે અને આ વ્યવહારો અધધધ રકમના હોય શકે છે. ઉલ્લેખનીય છે કે મહાનગરોમાં આંગડીયાઓ અંગે દરોડા પછી રાજકોટ-જામનગર સુધી તપાસ પહોંચી હોવાનું સૂત્રોના માધ્યમથી પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આ અંગે તપાસનો દૌર ક્યાં ક્યાં પહોંચે છે તે જોવાનું રહ્યું.

રાજ્યવ્યાપી કૌભાંડમાં  ઇડીની પણ એન્ટ્રી થઇ હોવાનાં સમાચાર છે ત્યારે હવે આ કૌભાંડની તપાસ દ્વારકા સુધી પહોંચે તેવી સંભાવનાને પગલે અનેક તર્ક-વિતર્ક અને ફફડાટ ફેલાયા છે તેની વચ્ચે દ્વારકા પંથકમાં આવેલી મોટાભાગના આંગડિયા પેઢી બંધ જોવા મળી રહી છે. આ પેઢીઓના સંચાલકોને દરોડાની જાણકારી મળતા તેઓ પેઢી બંધ કરી રફૂચક્કર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં ચાલતા આઇપીએલના ક્રિકેટ મેચ અંગેનો સટ્ટાનો વહીવટ પણ આંગડીયાઓ મારફતે  થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રોજ કરોડો રૂપિયાની હારજીતનો વહીવટ આંગડિયા પેઢી મારફત થતો હોવાનુ બુકીઓમાંથી જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh