Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં પરપ્રાંતિય શ્રમિકને ભરખી ગયો હૃદયરોગનો હુમલો

કામ પર હતા ત્યારે કાળનો કોળિયોઃ

જામનગર તા. ૧૩: કાલાવડ પાસે એક કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના શ્રમિકને હૃદયરોગનો હુમલો આવી જતાં તેનું મૃત્યુ થયું છે.

કાલાવડથી રણુજા તરફના રોડ પર આવેલી અક્ષર સ્પીનટેક નામની કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના મુસેપુર ગામના વતની જાગનલાલ તેજારામ વર્મા (ઉ.વ.ર૮) નામના યુવાન ગઈકાલે સવારે કામ પર હતા.

આ વેળાએ તેઓને હૃદય રોગનો તિવ્ર હુમલો આવી જતા સાથી કર્મચારીઓએ સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા જ્યાં જાગનલાલનંુ મૃત્યુ નિપજતા નિરજ રામનયન દુબેએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh