Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા પછી લોકસભાની ચૂંટણીમાં મતદારોનો જબરો ઉત્સાહ

૩૫ વર્ષ પછી કોઈપણ બહિષ્કાર વગર યોજાઈ ચૂંટણીઃ લાંબી લાઈનો

શ્રીનગર તા. ૧૩:      જમ્મુ- કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા પછી લોકસભાની ચૂંટણી માટે જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૩૫ વર્ષમાં પહેલી વખત કોઈપણ પ્રકારના બહિષ્કાર વગર યોજાઈ રહેલી ચૂંટણીમાં લાંબી-લાંબી લાઈનો લાગી છે.

કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે. શ્રીનગરમાં મતદાન માટે હાલ લાંબી લાઈનો લાગી ગઈ છે. જેમાં સુરક્ષાના ભાગરૂપે ભારે ફોર્સ તૈનાત છે. વાદળછાયું આકાશ હોવા છતાં શ્રીનગર શહેરના જુના શહેર વિસ્તાર સહિત પુલવામાં, કંગન, ગાંદરબલ, બડગામ અને પમ્પોર વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારોની લાઈન લાગેલી છે.

૧૯૮૭ પછી કાશ્મીરમાં આ પહેલી ચૂંટણી છે, જ્યારે અલગતાવાદીઓએ ચૂંટણી બહિષ્કાર કર્યો નથી. આ ઉપરાંત શ્રીનગરના જુના શહેર વિસ્તારમાં પણ મતદારો કોઈપણ ડર વિના મતદાન કરવા માટે આવી રહ્યાં છે.

ચૂંટણી પંચે લોકોને ભયમુક્ત મતદાનનું વાતાવરણ પૂરૃં પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સમગ્ર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.

મત વિસ્તારમાં ૧૭,૪૭,૮૧૦ મતદારો છે, જેમાં ૮,૭પ,૯૩૮ પુરૂષો, ૮,૭૧,૮૦૮ સ્ત્રીઓ અને ૬૪ થર્ડ જેન્ડરના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે મત વિસ્તારમાં ર૧૩પ મતદાન મથકો બનાવ્યા છે. જેમાં ૧૦૦૪ શહેરી અને ૧૧૩૧ ગ્રામીણ છે.

આ મત વિસ્તારમાં ર૪ ઉમેદવારો મેદાનમાં છે. જો કે, મુખ્ય સ્પર્ધા નેશનલ કોન્ફરન્સ (એનસી) ના સૈયદ રૂહુલ્લા મેહદી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના વહીદ ઉર રહેમાન પારા અને જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના મોહમ્મદ અશરફ મીર વચ્ચે છે.

આ મત વિસ્તારમાં ૧૭.૪૮ લાખ મતદારો છે. જેમાં શ્રીનગર, ગાંદરબલ અને પુલવામાં જિલ્લાઓ અને બડગામ અને શોપિયા જિલ્લાના ભાગોનો સમાવેશ થાય છે. સત્તવાળાઓએ પાંચ જિલ્લામાં ર,૧૩પ મતદાન મથકો સ્થાપ્યા છે. ચહેરા પર સ્મિત સાથે એક વૃદ્ધ દંપતી મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશના કાશ્મીર વિભાગમાં સ્થળાંતરિત મતદારો માટે વિશેષ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં જમ્મુમાં ર૧, દિલ્હીમાં ૪ અને ઉધમપુર જિલ્લામાં એક મતદાન મથકનો સમાવેશ થાય છે. ઈન્ડિયા બ્લોકના સહયોગી નેશનલ કોન્ફરન્સનો આ લોકસભા બેઠક પરથી ભાવશાળી શિયા નેતા અને ભૂતપૂર્વ મંત્રી આગા રૂહુલ્લા મેહદીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પીડીપીએ તેના યુવા પ્રમુખ વાહીદ પારાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. અપની પાર્ટીએ મોહમ્મદ અશરફ મીરને અને ઝભ્ભાએ અમીર અહેમદ ભટને મેદાનમાં ઉતાર્યા છે. બે મહિલાઓ સહિત ર૦ અન્ય લોકો પણ ચૂંટણી મેદાનમાં છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના બડગામમાં જીએમએસ હાંજી ગુંડ મતદાન કેન્દ્ર અને બૂથ નંબર ૬૦ પર કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. નેશનલ કોન્ફરન્સના આગા સૈયદ રૂહુલ્લા મેહમદી, પીડીપીના વહીદ ઉર રહેમાન પારા અને અપની પાર્ટીના મોહમ્મદ અશરફ મીર આ બેઠક પરથી લોકસભા ચૂંટણી ર૦ર૪ લડી રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh