Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદીઓ જુની પાર્ટી સાથે નવોદિત પક્ષનું સંચાલન
નવી દિલ્હી તા. ૧૩: હવે પાંચમા તબક્કાના મતદાન માટે મોટા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આજથી જ સક્રિય થઈ ગયા છે. તો બીજી તરફ કેજરીવાલના તેજસ્વી પ્રચાર પછી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં જોશ આવ્યું છે, જ્યારે ભાજપ તથા એનડીએના અન્ય પક્ષો બેક ફૂટ પર આવી ગયેલા જણાય છે. મોદીને ટક્કર મારે તેવો વક્તા કેજરીવાલ જ છે, અને બન્નેમાં ઘણાં જ ગુણો સામાન છે, તેવા વિશ્લેસણો પણ થવા લાગ્યા છે.
કેજરીવાલ જેલમાંથી ભલે હંગામી ધોરણે બહાર આવ્યા હોય, પરંતુ તેમણે જે તેવર બતાવ્યા છે અને મોદી પછી અમિત શાહની જે ગુગલી ફેંકી છે, તેથી હવે ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વ વ્યક્તિગત રીતે કેજરીવાલ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી તરફ સરકી જાય તેવા સંજોગોને ટાંકીને કેટલાક વિશ્લેક્ષકો આજે સદીઓ જુની કોંગ્રેસ પાર્ટી અને એક દાયકા જુની આમ આદમી પાર્ટીનું અદ્દભુત સંયોજન બતાવી રહ્યા છે, ઈન્ડિયા ગઠંબધનમાં જોશ વધતા કોંગ્રેસ પણ ગેલમાં છે અને ઈન્ડિયા ગઠબંધન વરિષ્ઠ પક્ષ તરીકે ઉભરી રહી હોવાના દાવાઓ થઈ રહ્યા છે.
કેટલાક રાજકીય વિશ્લેષકો કેજરીવાલનાં રાજકીય પુનરોદયને આભારી અને ક્ષણીક બતાવી રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો મોદીની સામે વિપક્ષના મજબુત ચહેરા તરીકે કેજરીવાલના ઉદયને રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નીતિશકુમાર વગેરે પી. એમ. મટિરિયલ્સ ની મહત્વા કાંક્ષાઓના અસ્ત તરીકે પણ વર્ણવી રહ્યા છે.
જો કે, ચૂટણી પ્રસાર, જુસ્સો, ભીડ, નારેભાજી, રેલીઓ, રોડ-શો વગેરે એક માહોલ જરૂર ઊભો કરે છે, પરંતુ તેમાંથી મતો કેટલા પડે છે, અને કોને કેટલા મતો મળે છે, તે જોવાનું રહે છે. તેથી જસ્ટ વેઈ એન્ડ વોચ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial