Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેવલીયા વાડી પાસેથી મોબાઈલ સાથેની બેગ ગઈઃ
જામનગર તા. ૧૩: જામનગરના ખોડિયારકોલોની વિસ્તાર પાસે મેદાનમાંથી એક બેગ ચોરાઈ ગઈ છે. તેમાં રૂ. ૧૩,૯૦૦નો મોબાઈલ હતો. તે ચોરીની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે શાક માર્કેટથી દરબારગઢ વચ્ચે એક આસામીના ખિસ્સામાંથી મોબાઈલ સેરવાઈ ગયાની રાવ કરાઈ છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા શ્રીજી હોલ નજીકની કેવલિયા વાડીમાં ગયા શુક્રવારે સવારે મયુરનગરમાં આવેલા વામ્બે આવાસ આઠ માળિયામાં રહેતા અજીત ભીમજીભાઇ રાઠોડ નામના શ્રમિક આવ્યા હતા. જ્યાં તેઓની પુત્રીએ પોતાનો ઓપો કંપનીનો મોબાઇલ જે બેગમાં રાખ્યો હતો તે મોબાઇલ સાથેની બેગ કોઈ શખ્સ ઉઠાવી ગયો છે. અજીતભાઈએ રૂ. ૧૩,૯૦૦ ની કિંમતના મોબાઈલની ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા નાગરપરા વિસ્તારની શેરી નં.૧માં રહેતા પ્રશાંતભાઈ મહેન્દ્રભાઈ વારીયા નામના સરકારી કર્મચારી શનિવારે સવારે સુભાષ શાક માર્કેટ પાસે હતા ત્યાંથી દરબારગઢ તરફ જતી વખતે તેમના પેન્ટના પાછળના ખિસ્સામાંથી કોઈ શખ્સે વન પ્લસ કંપનીનો રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ સેરવી લીધો હતો. પ્રશાંતભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial