Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ત્રણ મોબાઈલની ચોરી કરનાર શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ

જામનગર તા. ૧૩: જામનગરના હાપા માર્કેટ યાર્ડ રોડ પરથી મૂળ કાલાવડ તાલુકાના વરૂડી ગામના એક દેવીપૂજક શખ્સને પોલીસે ત્રણ ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના હાપા યાર્ડ તરફ જવાના રસ્તા પર પેટ્રોલ પંપ પાસે આંટા મારતા એક શખ્સના કબજામાં ચોરાઉ ફોન હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હિતેશભાઈ સાગઠીયા, શૈલેષ ઠાકરીયા, કે.પી. જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એન. રાઠોડના વડપણ હેઠળ પોલીસ ટીમ દોડી  ગઈ હતી.

તે સ્થળેથી અજય ઉર્ફે ટીપુડો મુકેશભાઈ પરમાર નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની તલાશી લેવાતા તેના કબજામાંથી વન પ્લસ કંપનીનો એક તેમજ સેમસંગ અને રેડમી કંપનીના બે મળી કુલ રૂ. ૪૮ હજારના ત્રણ મોબાઈલ સાંપડ્યા હતા.

આ શખ્સની પૂછપરછ કરાતા તેણે આ ત્રણેય ફોન ચોરી કરીને મેળવ્યાની કબૂલાત કરી છે. પોલીસે મોબાઈલ ઝબ્બે લઈ આરોપીની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh