Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે બાકીની ૧૬૪ બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન પછી ચોથી જૂને થશે મતગણતરી
નવી દિલ્હી તા. ૧૩: આજે લોકસભાની ચૂંટણી માટે ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં ૪૯ ટકાની આસપાસ મતદાન નોંધાયું છે. બપોરે ૧૧ વાગ્યા સુધીના મતદાનના ચોક્કસ આંકડા જોતા કેટલાક વિસ્તારોમાં જંગી મતદાન પણ થયું છે.
લોકસભામાં ચોથા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આંધ્રની ૧૭પ વિધાનસભા બેઠકો અને ઓડિશાની ર૮ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલુ છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૧૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે. આંધ્રની ૧૭પ વિધાનસભા બેઠકો અને ઓડિશાની ર૮ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે.
આ તબક્કામાં કુલ ૧૭૭૦ કરોડ મતદારો ૧૯ લાખથી વધુ મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. જેમાંથી ૮.૯૭ કરોડ મતદારો પુરુષ અને ૮.૭૭ કરોડ મહિલા મતદારો છે.
ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ ૧૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે તેમાં આંધ્રપ્રદેશમાં ૪પ૪, બિહારમાં પપ, જમ્મુ-કાશ્મીરમાં ર૪, ઝારખંડમાં ૪પ, મધ્યપ્રદેશમાં ૭૪, મહારાષ્ટ્રમાં ર૯૮, ઓડિશામાં ૩૭, તેલંગાણામાં પરપ, ઉત્તરપ્રદેશમાં ૧૩૦ અને પશ્ચિમ બંગાળમાં ૭પ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
સવારે ૧૧ વાગ્યા સુધીમાં આંધ્રપ્રદેશમાં ર૩.૧૦ ટકા, બિહારમાં રર.પ૪ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૧૪.૯૪ ટકા, ઝારખંડમાં (ર૭.૪૦ ટકા, મધ્યપ્રદેશમાં ૩ર.૩૮ ટકા, મહારાષ્ટ્રમાં ૧૭.પ૧ ટકા, ઓડિશામાં ર૩.ર૮ ટકા, તેલંગાણામાં ર૪.૩૧ ટકા, ઉત્તરપ્રદેશમાં ર૭.૧ર ટકા અને પ. બંગાળમાં ૩ર.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. તે પછીના બે કલાકમાં આ આંકડો લગભગ દોઢો થયો હોવાનું અનુમાન છે.
ચાર તબક્કા પછી ૩૭૯ બેઠકો પર મતદાન થશે. સામાન્ય ચૂંટણીમાં કુલ પ૪૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં ૧૦ર લોકસભા સીટો, બીજા તબક્કામાં ૮૮ અને ત્રીજા તબક્કામાં ૯૩ લોકસભા સીટો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કા સુધી ર૮૩ બેઠકો પર મતદાન થયું છે. ચોથા તબક્કામાં ૯૬ બેઠકો પર મતદાન થતા આજે એટલે કે ૧૩ મી મે સુધીમાં કુલ ૩૭૯ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે, એટલે કે બાકીના ૩ તબક્કામાં ૧૬૪ બેઠકો પર મતદાન થશે.
લોકસભાની ચૂંટણીઃ મતદાનની સાથે-સાથે...
ગઈકાલે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર પર દેરા બોમ્બ ફેંકાતા રાજકીય માોહલ ગરમાયો છે.
જમ્મુ-કાશ્મીરમાં ઉત્સાહપૂર્વક મતદાનઃ લાંબી-લાંબી લાઈનો લાગી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સી.એમ. ફારૂક અબ્દુલ્લાએ કર્યુ મતદાનઃ કાર્યકરોને પરેશાન કરાઈ રહ્યાં હોવાની કરી રાવ.
સાઉથ સુપરસ્ટાર અભિનેતા એનટીઆર જુનિયરે કર્યુ મતદાન.
આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ કર્યુ મતદાન.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કર્યો મતાધિકારનો પ્રયોગ.
સાઉથ સુપર સ્ટાર ચિરંજીવી કોનિડેલા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મતદારોને ફરી કરી વધુમાં વધુ મતદાનની કરી અપીલ.
હૈદ્રાબાદના સાંસદ અસરૂદ્દીન ઓવૈસીએ કર્યુ મતદાન.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial