Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચમત્કારિક રીતે ગંભીર બનાવ ટળ્યોઃ
જામનગર તા. ૧૩: હાપા રેલવે સ્ટેશન પાસે જલારામ મંદિર નજીક સલ્ફરના એક કારખાના પાસેનું ટ્રાન્સફોર્મર ગઈકાલે સવારે સળગી ઉઠ્યું હતું તેની નીચે જ એક ખાલી ટ્રક ઉભો હતો પરંતુ ચમત્કારિક રીતે ટ્રકને આગ સ્પર્શી શકી ન હતી અને ગંભીર અકસ્માત ટળ્યો હતો. દોડી ગયેલી વીજ ટૂકડીએ સમારકામ કર્યું હતું. જામનગરના હાપા રેલવે સ્ટેશન પાસે આવેલા જલારામ મંદિર નજીક સલ્ફરના એક કારખાના પાસે રાખવામાં આવેલા જીજે-૧૧-ઝેડ ૩૫૩૫ નંબરના ટ્રકની બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી તરખા ઝર્યા પછી ટ્રાન્સફોર્મર સળગ્યું હતું. આ બનાવની જાણ થતાં વીજ કંપનીનો સ્ટાફ દોડ્યો હતો. આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાવી સમારકામ હાથ ધરાયું હતું. ટ્રકની ઉપર જ ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા અને ટ્રાન્સફોર્મર સળગ્યું હોવા છતાં ટ્રક પર તણખો પડ્યો ન હતો અને ચમત્કારિક એવા આ બનાવમાં ગંભીર અકસ્માત ટળી જવા પામ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial