Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક પૂર્વ મુખ્યમંત્રી, ૬ કેન્દ્રિય મંત્રીઓ, બે ક્રિકેટરો ઉપરાંત અભિનેતાઓ-સેલિબ્રિટીઝ મેદાનમાં
નવી દિલ્હી તા.૧૩: આજે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, ૬ કેન્દ્રિય મંત્રીઓ ઉપરાંત ક્રિકેટરો, અભિનેતાઓ સહિતના સેલિબ્રિટિઝનો સમાવેશ થાય છે.
ચોથા તબક્કા પછી, કુલ ૧૮ રાજ્યો અને ૪ કેન્દ્રિય શાસિત પ્રદેશોમાં સામાન્ય ચૂંટણીનું મતદાન સમાપ્ત થશે. ચોથા તબક્કામાં આ દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં હશે જેઓનું ધ્યાન ચોથા તબક્કામાં હશે તેમાં હૈદરાબાદ, તેલંગાણાથી બીજેપીના માધવી લતા, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, કેન્દ્રિય રાજ્યમંત્રી બંડી સંજય કુમારનો સમાવેશ થાય છે. ગૃહ માટે અજય મિશ્રા ટેની લખીમપુર ખેરીથી, કન્નૌજથી અખિલેશ યાદવ, બિહારના બેગુસરાયથી ગિરિરાજસિંહ, ઉજિયાપુરથી કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, મુંગેરથી પૂર્વ જેડીયુ પ્રમુખ રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલનસિંહ, કુડપ્પાહથી વાયએસ શર્મિલા, આંપ્રપ્રદેશમાં, ઝારખંડના ખૂંટીના અર્જુન મુંડા, પશ્ચિમ બંગાળના આસનસોલના શત્રુઘ્નસિંહા, બહેરામપુરના અધીર રંજન ચૌધરી અને યુસુફ પઠાણના નામ સામેલ છે.
અજય મિશ્રા ટેની ઉપરાંત આજે યુપીની કન્નૌજ લોકસભા સીટ માટે પણ મતદાન થઈ રહ્યું છે. અહીં પૂર્વ મુખ્યમંત્રી સપા પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રા, ટીએમસીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, ટીએમસીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, એઆઈએમઆઈએમના વડા અસદ્દુદ્દીન ઓવૈસી, ફિલ્મ અભિનેતા અને ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, આંધ્રપ્રેશના પ્રમુખ, મંત્રી વાય.એસ. જગન રેડ્ડીની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર વાયએસ શર્મિલા જેવી હસ્તીઓ પોતાનું નસીબ અજમાવી રહી છે.
કેટલીક મહત્ત્વપૂર્ણ લોકસભાની બેઠકો પણ ચર્ચામાં છે. કેન્દ્રિય મંત્રી અજય મિશ્રા ટેની ઉત્તરપ્રદેશની ખીરી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે સમાજવાદી પાર્ટીએ ઉત્કર્ષ વર્મા 'મધુર' અને બસપાએ અંશય કાલરાને મેદાનમાં ઉતાર્યા છે. અહીં બે અપક્ષ સહિત કુલ ૧૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા ઝારખંડની ખૂંટી લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે કાલી ચરણ મુંડાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને બસપાએ સાવિત્રી દેવીને ઉમેદવાર બનાવ્યા છે. એ અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
કેન્દ્રિય મંત્રી દાનવે રાવસાહેબ દાદારાવ મહારાષ્ટ્રની જાલના લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે કલ્યાણ વૈલજીનાથરાવ કાલેને મેદાનમાં ઉતાર્યા છે. નિવરૂતી વિશ્વનાથ બંસોડે બસપાની ટિકિટ પર ચુંટણી લડી રહ્યા છે. અહીં ૧૬ અપક્ષ સહિત કુલ ર૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉપરાંત કિશન રેડ્ડી, ઓવૈસી, પંકજ મુંડા, મહુવા મોઈત્રા, અધીરરંજન ચૌધરી, કીર્તિ આઝાદ વગેરેનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial