Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝડપથી નાસ્તો આપવાના મામલે
જામનગર તા. ૧૩: જામનગરમાં નાસ્તાની રેંકડીએ બે કારખાનેદારે ઝડપથી નાસ્તો આપવાની બાબતે રેંકડીધારકને માર માર્યાની ફરિયાદમાં બંને આરોપીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. અદાલતે અરજી મંજૂર રાખી છે.
જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં નોનવેજની રેંકડીએ ગઈ તા.૨૮ની રાત્રે સતિષ બરાસરા અને જયેશ રમણીક કોડીનારીયા નાસ્તો કરવા ગયા હતા. જ્યાં ઝડપ કરવાના પ્રશ્ને રેંકડીવાળા પર હુમલો કરાયાની ફરિયાદ થઈ હતી. આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી આશંકાથી બંને કારખાનેદારે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ કે. બગડા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial