Advertisement
Author: નોબત સમાચાર

ચઢત ભરણપોષણ ન ચૂકવનાર પતિને ૫૬૦ દિવસની કેદની સજાનો થયો હુકમ

ખંભાળિયાની યુવતીએ કરી હતી અદાલતમાં અરજીઃ

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયાના એક યુવતીએ જુનાગઢમાં રહેતા પતિ સામે ચઢત ભરણપોષણની રકમ વસૂલવા અદાલતમાં અરજી કરી હતી. અદાલતે ચઢત રકમ ન ચૂકવનાર પતિને ૫૬૦ દિવસની જેલસજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વસવાટ કરતા પૂજાબેન રાજેશભાઈ હિંડોચાના લગ્ન અગિયાર વર્ષ ૫હેલા જુનાગઢના  વિવેક કિશોરભાઈ રૂપારેલીયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેણીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. ત્યારપછી પૂજાબેનના પતિ તેમજ સાસુ, સસરા, નણંદ, દિયરે ઘરકામ બાબતે મેણા મારી દહેજની માગણી કરી હતી અને પહેરેલા કપડે પુત્રી સાથે કાઢી મુક્યા હતા.

પિયર પરત ફરેલા પૂજાબેને ભરણપોષણ મેળવવા અરજી કરતા ફેમિલી કોર્ટે દર મહિને રૂ. ૮૫૦૦ ચૂકવવા હુકમ કર્યાે હતો. તે પછી પણ પતિએ ભરણ પોષણ નહીં આપતા પૂજાબેને વસૂલાત અરજી કરી હતી.

તે અરજી ચાલી જતાં અદાલતે પતિને ૫૬૦ દિવસની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ જીતેન્દ્ર હિંડોચા, હર્ષિદા અસાવલા, અભિષેક ધ્રુવ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh