Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારની જેટી પર કામ કરતા યુવાનનો દરિયામાંથી મળ્યો મૃતદેહઃ પોલીસ તપાસ

શનિવારે રાત્રે ટગમાં કરતો હતો કામઃ

વાડીનાર તા. ૧૩: વાડીનારમાં આવેલી દીનદયાળ પોર્ટની જેટી પાસે દરિયામાંથી ગઈકાલે એક પરપ્રાંતિય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. શનિવારે રાત્રે ટગમાં કામ કરતી વેળાએ આ યુવાન દરિયામાં ઉથલી પડ્યો હોવાનંુ જાણવા મળી રહ્યું છે. આ યુવાને આત્મહત્યા કરી છે કે અકસ્માતે દરિયામાં પડી ગયો હતો? તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના વાડીનારમાં આવેલા દીનદયાળ પોર્ટની જેટી પરથી ગઈકાલે સાંજે એક પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

ત્યાં આવેલા સેમસંગ શીપીંગ કંપનીના ઓશિયન કોરલ ટગમાં શનિવારે રાત્રે રમેશ સદાયા મલાયલી (ઉ.વ.ર૮) નામનો આંધ્રપ્રદેશનો આ યુવાન કામ કરતો હતો. ત્યારે કોઈ રીતે દરિયામાં ઉથલી પડ્યા પછી ગઈકાલે તેનો મૃતદેહ સાંપડ્યો છે. આ યુવાને આત્મહત્યા કરી છે કે અકસ્માતે દરિયામાં ઉથલી પડ્યો છે? તે બાબતની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh