Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદની અપાઈ સજા

સોસાયટીએ નોંધાવી હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામી સામે રૂ. ૨,૬૩,૧૭૮નો ચેક પરત ફર્યાની સોસાયટીએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ મહેન્દ્ર બાબુભાઈ ગઢીયાએ લોન મેળવ્યા પછી તેની ભરપાઈ માટે સોસાયટીને રૂ. ૨,૬૩,૧૭૮ નો ચેક આપ્યો હતો.

આ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી વોરંટ કાઢવામાં આવ્યું છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh