Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પની હત્યા માટે નાણા નહી આપતા
વોશિંગ્ટન તા. ૧૪: ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા ૧૭ વર્ષના નિકિતા એ માતા-પિતાની ક્રુરતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે.
અમેરિકાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ફક્ત ૧૭ વર્ષના એક કિશોર પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મુકાયો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી ૭ મેના કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા ગામમાં તેણે ૧૧ ફેબ્રુઆરીએ તેની ૫૧ વર્ષીય માતા તાતીઆના કાસાપ અને ૫૧ વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરને ગોળી મારી દીધી હતી. તેણે બંને હત્યા સાવકા પિતાની બંદૂક વડે કરી હતી. બંનેના મૃતદેહ ચાદરથી ઢાંકીને નિકિતા ડોનાલ્ડની કાર અને બંદૂક લઈને ઘર છોડીને નીકળી ગયો હતો. જતાં પહેલાં તેણે ઘરમાંથી ૧૦,૦૦૦ ડોલર (આશરે રૂપિયા ૮.૬ લાખ)ની ચોરી પણ કરી હતી.
મૃતકોની લાશ એમના ઘરમાંથી મળી આવતાં પોલીસ તપાસ શરૂ કરાઈ હતી. તાતીઆનાને ખભા પાસે ગોળી વાગી હતી અને ડોનાલ્ડને માથામાં જીવલેણ ઈજા થઈ હતી. વિસ્કોન્સિન છોડ્યા બાદ નિકિતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટકતો રહૃાો હતો. પોલીસે કેન્સાસ રાજ્યના વાકીનીમાં તેની ધરપકડ કરી હતી. પોલીસે નિકિતા પાસેથી ડોનાલ્ડની કાર અને બંદૂક જપ્ત કરી હતી. કારમાંથી ડોનાલ્ડનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial