Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તવ્વહુર રાણા પછી હવે ચોકસીના પ્રત્યાર્પણના ચક્રો ગતિમાનઃ ભારતીય એજન્સીઓને મોટી સફળતાઃ વર્ષ-૨૦૨૧ થી ફરાર હતો
નવી દિલ્હી તા. ૧૪: આખરે પીએનબી કૌભાંડના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઈ છે. ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર કાર્યવાહી થતા આ ધરપકડ ભારત માટે એક મોટી સફળતા છે. રૂ. ૧૩૫૦૦ કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ઈન્ટર પોલની રેડ નોટિસ રદ થયા બાદ ઈડી અને સીબીઆઈએ પ્રત્યાર્પણ માટેની ઝડપી કાર્યવાહી આદરી છે.
ભારતના ઇતિહાસમાં સૌથી મોટા બેંક કૌભાંડોમાંના એક, ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (પીએનબી) લોન કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓની પ્રત્યાર્પણ વિનંતીને પગલે બેલ્જિયમની સત્તાધીશોએ ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના આ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ભારતીય ન્યાય વ્યવસ્થા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે, કારણ કે ચોક્સી ૨૦૧૮થી ભારત છોડીને ફરાર હતો.
સુત્રોના જણાવ્યા મુજબ ચોક્સી સામે ઇન્ટરપોલની રેડ નોટિસ, જે તેની ધરપકડ માટે જારી કરવામાં આવી હતી, તે ૨૦૨૩માં રદ થઈ ગઈ હતી. આ પછી ભારતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ બેલ્જિયમની સરકાર સમક્ષ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ઝડપી પગલાં લીધાં હતાં. ચોક્સી, તેના ભત્રીજા અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી, તેમના પરિવારના સભ્યો, કર્મચારીઓ, બેંક અધિકારીઓ અને અન્ય સાથે મળીને ૨૦૧૮માં મુંબઈની પીએનબીની બ્રેડી હાઉસ શાખામાં આ કૌભાંડને અંજામ આપ્યો હોવાનો આરોપ છે.
ચોક્સી અને તેની કંપની ગીતાંજલિ જેમ્સે બેંકના કેટલાક અધિકારીઓની મદદથી લેટર્સ ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) અને ફોરેન લેટર્સ ઑફ ક્રેડિટ (એફએલસી)નો દુરુપયોગ કરીને બેંકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે બેંકને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. ઇડીએ ચોક્સી સામે અત્યાર સુધી ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે, જ્યારે સીબીઆઈએ પણ સમાન આરોપો સાથે ચાર્જશીટ રજૂ કરી છે.
આ કેસમાં ચોક્સી અને નીરવ મોદી બંનેએ ૨૦૧૮ની શરૂઆતમાં ભારત છોડી દીધું હતું, જેના થોડા સમય બાદ પીએનબી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ચોક્સીએ ૨૦૧૭માં ઍન્ટિગુઆ અને બાર્બુડાનું નાગરિકત્વ મેળવ્યું હતું અને ત્યારબાદ તે બેલ્જિયમમાં સ્થાયી થયો હતો. તેની પત્ની પ્રીતિ ચોક્સી બેલ્જિયમની નાગરિક છે, જેના કારણે તેને ત્યાં રહેવા માટે રેસિડેન્સી કાર્ડ મળ્યું હતું. જોકે, ભારતીય એજન્સીઓએ સતત પ્રયાસો ચાલુ રાખીને તેના પ્રત્યાર્પણ માટે કાનૂની પગલાં લીધાં, જેનું પરિણામ હવે તેની ધરપકડના રૂપમાં સામે આવ્યું છે.
આ ધરપકડ ભારત માટે એક મોટી સફળતા ગણી શકાય, કારણ કે ચોક્સી લાંબા સમયથી કાનૂની પ્રક્રિયાઓથી બચવા માટે વિવિધ દેશોમાં આશરો લઈ રહૃાો હતો. હવે ભારતીય એજન્સીઓ બેલ્જિયમની સરકાર સાથે મળીને પ્રત્યાર્પણની પ્રક્રિયાને આગળ વધારવા માટે કામ કરી રહી છે. આ કેસ ભારતની બેંકિંગ વ્યવસ્થા અને નાણાકીય શિસ્ત માટે એક મહત્ત્વનો પાઠ છે, અને ચોક્સીની ધરપકડથી ન્યાયની આશા વધી છે.
પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, હીરાના વેપારી રહી ચૂકેલા ૬૫ વર્ષીય ચોક્સીની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની અપીલ બાદ શનિવારે ધરપકડ થઈ તે પછી તે હજુ પણ જેલમાં છે. હવે તેના પ્રત્યાર્પણની તૈયારીઓ કરવામાં આવશે.
જો કે, તેનો વકીલ તબીયત અને અન્ય બહાનાઓ થકી કોર્ટમાં જામીન મેળવવા વલખાં મારી રહૃાો છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહૃાો હતો કે ચોકસી એ ભારતમાં પ્રત્યાર્પણ ટાળવા માટે બેલ્જિયમમાં રહેવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. ''ચોકસીએ બેલ્જિયમના અધિકારીઓને ખોટી ઘોષણા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને અરજી પ્રક્રિયા દરમિયાન પોતાની રાષ્ટ્રીયતા ખોટી રીતે રજૂ કરી હતી'' એક અહેવાલમાં જણાવાયું હતું. તેમણે પોતાની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતા જાહેર કરી ન હતી.
પીએનબીના હજારો કરોડ રૂપિયાના કૌભાંડમાં ચોકસી અને તેમના ભત્રીજા નીરવ મોદીનું નામ પણ સામેલ છે. વર્ષ ૨૦૨૨ માં, ઈડીએ મેહુલ, પ્રીતિ ચોકસી અને અન્ય લોકો સામે ત્રીજી ચાર્જશીટ દાખલ કરી. એવા અહેવાલો છે કે નીરવ હાલમાં લંડનની જેલમાં બંધ છે અને તે ભારત પ્રત્યાર્પણ સામેના પ્રયાસોમાં પણ રોકાયેલ છે.
ચોક્સી પહેલા અંતિગુઆ અને બારબુડા જોવામાં આવ્યો હતો, જ્યાં તે લાંબા સમયથી રહેતો હતો. ત્યારબાદ તે સારવાર માટે બેલ્જિયમ પહોંચ્યો હતો. ત્યાંથી તે બેલ્જિયમથી સ્વિટ્ઝર્લેન્ડ જવાની યોજના બનાવી રહૃાો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial