Advertisement
Author: નોબત સમાચાર

નકટી નદી પર રૂપિયા ૧૩.૯૪ કરોડના ખર્ચ પૂરસંરક્ષણ દીવાલનું કામ મંજુર

માનવી અને પશુઓના પાણીમાં પડીને થતા મૃત્યુ અટકાવવા

                                                                                                                                                                                                                                                                              

ખંભાળિયા તા. ૧૪: ભાણવડમાં નકટી નદી પર ૧૩.૯૪ કરોડના ખર્ચે આરસીસી ફલડ કંટ્રોલ વોલ તથા બોક્સ ડ્રેમેજ મંજુર થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રાજ્ય સરકાર દ્વારા નકટી નદી પર પાણીના નિકાલ તથા પૂરમાં પરેશાની હળવી કરવા ૧૩.૯૪ કરોડના ખર્ચે ફલડ કંટ્રોલ વોલ તથા બોક્સ ડ્રેમેજનું કામ મંજુર થતા ભાણવડના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ભાણવડમાં ભૂતવડ મંદિર પાસેથી નકટી નદી નીકળતી હતી. જેની દીવાલ જ ના હોય રોજ પશુઓ તથા લોકો ત્યાં પડતા હતાં તથા ભૂતકાળમાં અનેક પશુઓના તથા ત્રણેક વ્યક્તિના પણ નદીમાં પડતા મૃત્યુ નિપજ્યા હતાં તથા વાહનો પણ અંદર પડતા હતાં. નજીક શાકમાર્કેટની રેંકડીઓમાંથી રોજ વધતા શાકભાજી ફેંકાતા રોજ ગાય નદીમાં પડતી હતી. તે પ્રશ્નો ૧૩.૯૪ કરોડનના ખર્ચે નવી વ્યવસ્થાથી હલ થઈ જશે.

ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા મેવાસા ગામથી ભાણવડ તરફ આવતા રસ્તા પર નકટી નદી પર ૬ મીટર તથા ત્રણ મીટર પહોળો બે મિટર ઊંડો અને ૧પપપ મીટર લાંબો વિસ્તાર હફલડ કંટ્રોલ વોલ તથા આરસીસી બોક્સ ડ્રેમેજનું કામ મોવાણા ભાણવડ રોડથી કોર્ટ બિલ્ડીંગ થઈ નગરપાલિકાની ઓફિસથી સતવારા સમાજની વાડી ફલક નદી સુધી મંજુર થયું છે.

ભાણવડ વિસ્તારના ધારાસભ્ય મૂળુભાઈ બેરાના ખાસ પ્રયત્નોથી ભાણવડને આ ૧૪ કરોડની યોજનાનો લાભ મળશે. ઉલ્લેખનિય છે કે રાજ્યમંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ખંભાળિયામાં પણ ઘી તથા તેલી નદીમાં આ રીતે ફલડ કંટ્રોલ દીવાલ તથા આર.સી.સી. બોક્સ ડ્રેમેજના કામ માટે ર૯ કરોડ રૂપિયા ફાળવેલા જેનું ભૂમિપૂજન આજે થવાનું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh