Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરીયા આહિર પરિવાર દ્વારા આયોજનઃ
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે આવેલા શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ગોરીયા આહિર પરિવાર દ્વારા ૧૯-૪-૨૫થી તા. ૨૭-૪-૨૫ સુધી શિવ મહાપુરાણ જ્ઞાન કથાનું આયોજન થયું છે.
સ્વ. રામસીભાઈ મારખીભાઈ ગોરીયા તથા સ્વ. મલુબેન રામસીભાઈ ગોરીયા તથા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે યોજાનાર આ શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનો કથાના વ્યાસપીઠ પર લાંબાવાળા ધવલભાઈ જે. અત્રી બિરાજશે. તા. ૧૯-૪ના દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત તથા શિવપૂજા અને પોથીયાત્રા યોજાશે તથા શિવ મહાત્મ્ય કથાથી કથાની શરૂઆત થશે. ૨૦-૪ ના ભષ્મ અને બિલ્વપત્ર મહાત્મ્ય, ૨૧-૪ના રૂદ્રાક્ષ તથા નૈવેદ્ય મહાત્મ્ય, ૨૨-૪ ના સતી પાર્વતી જન્મ, ૨૩-૪ના શીવ પાર્વતી વિવાહ, ૨૪-૪ના શ્રી ગણેશ જન્મ, ૨૫-૪ના દ્વાદશ જયોતિર્લીંગ કથા, ૨૬-૪ના શિવતત્ત્વ કથા તથા ૨૭-૪ ના કથા પૂર્ણાહુતિ થશે. કથા સ્થળ અંકલેશ્વર મહાદેવના સ્થળે તા. ૨૭-૪-૨૫ના અમાસના દિને બપોેર ૩-૩૦ વાગ્યાથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનુ પણ આયોજન થયું છે.
તા. ૨૩-૪ના રાત્રે ૧૦ વાગ્યે લોક ડાયરો યોજાયો છે. જેમાં જાણીતા કલાકાર દેવરાજભાઈ ગઢવી તથા શીતલબેન બારોટ વિગેરે કલાકારો ઉપસ્થિત રહેશે તેમજ તા. ૨૭-૪-૨૫ના મોટા કાલાવડની કાનગોપીની પ્રખ્યાત રાસમંડળીનો કાર્યક્રમ રાત્રે યોજાશે.
શ્રી શીવ મહાપુરાણ તથા જ્ઞાનયજ્ઞમાં આહિર સમાજ ગોરીયા સમાજ તથા સમસ્ત સમાજના ધર્મપ્રેમી લોકોને પધારવા આયોજકો દ્વારા નિમંત્રણ અપાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial