Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેલ્જિયમમાં પકડાયેલા ભારતના ભાગેડુ આરોપી
નવી દિલ્હી તા. ૧૪: મેહુલ ચોક્સીની રૂ. રપ૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત થઈ ગઈ છે. હવે તેનું પ્રત્યાર્પણ થયા પછી તેને વધુ દંડ-સજા થઈ શકે છે.
ફેબ્રુઆરીમાં મુંબઈની એક ખાસ કોર્ટે મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડની ૧૩ મિલકતોની હરાજી કરવાની મંજુરી આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું હતું કે તેણે ૧૩,પ૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ફરાર મેહુલ ચોક્સી પાસેથી જપ્ત કરાયેલી ર,પ૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિઓને પુનઃસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. સ્પેશિયલ કોર્ટના આદેશ પછી ઈ.ડી.એ મેહુલ ચોક્સીની જપ્ત કરેલી મિલકતો તેમના વાસ્તવિક માલિકોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ સમગ્ર મામલામાં એજન્સીઓ દ્વારા શક્ય તેટલી વધુ વસૂલાત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ડિસેમ્બર ર૦ર૩ માં સંસદમાં નાણામંત્રી નિર્મલ સીતારમણે માહિતી આપી હતી કે ચોક્સી સહિત ઘણાં ભાગેડુઓની રર,ર૮૦ કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત અથવા હરાજી કરવામાં આવી છે, જેથી બેંકોના બાકી રહેતા નાણા ચૂકવવામાં આવી શકે. હવે જ્યારે ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડમાં છે, ત્યારે ભારત સરકારે ત્યાંથી પ્રત્યાર્પણની પ્રક્રિયા તેજ કરી છે. જોવું રહ્યું કે ભારતના આ વોન્ટેડ ભાગેડુ કૌભાંડીને સરકાર ક્યાં સુધીમાં પાછો લાવી શકે છે.
ભારતીય એજન્સીઓએ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમ સરકારને વિનંતી કરી છે. એજન્સીઓ મેહુલ ચોક્સીને ભારતમાં કેસનો સામનો કરવવા માટે ભારત લાવવા માંગે છે. મેહુલ ચોક્સીની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પીએમ મોદીએ તાજેતરમાં બેલ્જિયમના રાજા સાથે વાત કરી હતી. ભારતને ભાગેડુની ત્યાં હાજરીની માહિતી મળ્યા પછી પીએમ મોદી અને બેલ્જિયમના રાજા વચ્ચે વાતચીત થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીએ કથિત રીતે બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ભ્રામક અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેની ભારતીય અને એન્ટિગુઆ નાગરિક્તાની વિગતો છૂપાવી હતી. અગાઉ ર૦૧૭ માં તેમણે એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિક્તા લીધી હતી. હવે તેના પ્રત્યાર્પણના ચક્રો ગતિમાન થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial