Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પૂર્વ તાલીમાર્થીઓનું ગુરૂવંદના સ્નેહમિલનઃ પ્રાધ્યાપકો-તાલીમાર્થીઓનું સન્માન

જામનગરમાં કેબીનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને

                                                                  

જામનગર તા. ૧૪: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સરકારી અધ્યયન મંદિર ધ્રોલ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પૂર્વ તાલીમાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરમાં યોજાયો હતો. આ પ્રસંગે સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ ૧૯૬૦-૧૯૯૫ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર ૧૯૯૫-૨૦૧૫ માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા ૨૫૦ થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ મળ્યાં હતા અને પોતાના અભ્યાસ કાળના સંસ્મરણો વાગોળ્યાં હતા. હાલ આ તાલીમાર્થીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોતાની સેવાઓ આપી રહૃાા છે. આ તકે તેઓને પોતાના તત્કાલીન પ્રાધ્યાપકોને મળીને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી ગુરુવંદના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતુ.

કાર્યક્રમ અંતર્ગત તા. ૨૯-૦૩-૨૦૨૫ના હરીદેવ ગઢવી દ્વારા સંચાલિત લોક ડાયરાનું આયોજન કરાયું હતુ. જેને સૌએ ખૂબ માણ્યો અને સૌ પૂર્વ તાલીમાર્થી મિત્રોએ ગરબા રમીને આનંદ કર્યો. તા. ૩૦-૦૩-૨૦૨૫ ના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવંદના અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મંત્રીએ પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી જેમાં પોતાના પી.ટી.સી. અભ્યાસના સંસ્મરણો વાગોળ્યા તથા પોતાની જીવનયાત્રા અંગે મુક્ત મને સૌ મિત્રો સાથે વાતો કરી પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિશેષમાં તેઓએ જણાવ્યું કે પી.ટી.સી કર્યા પછી પોતે જાહેર જીવનમાં રાજકારણમાં સફળતાના શિખરો સર કર્યા પરંતુ પોતે શિક્ષક ન બની શક્ય તેનો અફસોસ હંમેશાં રહે છે પરંતુ તેઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓ સ્થાપીને પોતાની અંદરના એક શિક્ષકને સદાય જીવંત રાખ્યો છે.

આ તકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીનું સન્માન પણ કરાયું જેમાં રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ, વર્ષ ૨૦૨૪ માં રાજ્યપાલ હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર ભારતસિંહ રાઠવા તેમજ વિમલભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓએ ૨૦૧૮માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ચિત્રકૂટ એવોર્ડ ઉપરાંત ૨૦૧૭ માં સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ મેળવ્યો છે તેઓનું સૌએ ખેસ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતુ.

વર્ષ ૧૯૬૦ થી ૨૦૧૫ સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોમાં આર.એચ. ચૌહાણ, રતિલાલ  લિખિયા, ડો. એ.આર. ભરડા, એમ.બી. પટેલ, જે.ટી. ઉપાધ્યાય, કે.વી. ચાવડા, જાગૃતિબેન ભટ્ટ, ખ્યાતિબેન કચ્છી, લિનાબેન ઉપાધ્યાય, નિરાલીબેન જોષી, જી.જી. પરમાર, ડો. પ્રફુલ્લાબા જાડેજા અને જી.એન. પોંકિયાનું તેઓના પૂર્વ તાલીમાર્થીઓએ વંદના કરી અને શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું અને તેઓએ પણ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા.

આ પ્રસંગે રાજકોટ ડી.પી.ઇ.ઓ. દીક્ષિતભાઈ પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર વિપુલભાઈ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા મધુબેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબહેન પટેલ, ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ તાલીમાર્થીઓ હાજર રહૃાા હતા. કાર્યક્રમનાં માર્ગદર્શક તરીકે પ્રફુલ્લબા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિના સભ્ય તરીકે પરેશભાઈ અજુડિયા, રાજેશભાઈ ભેંસદડિયા, અમિતભાઈ સોની, વિમલભાઈ નકુમ, ડેનિશભાઈ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh