Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તાલુકાના મોડપર (ગઢવાળુ) ગામે
જામનગર તા. ૧૪: શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવ તા. ૧૪/૪ થી ૧૯/૪ સુધી મુ. મોડપર (ગઢવાળુ)માં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૪ ને સોમવારે સવારે શુભ ચોઘડિયે ભૂમિપૂજન-કુંભ સ્થાપના, બપોરે ૩ વાગ્યે સંતોના સામૈયા, સાંજે જ્યોત પ્રાગટ્ય, તા. ૧પ ના રાત્રે ૯ વાગ્યે જય અલખધણી જામ-આંબરડીનું પ્રખ્યાત રામમંડળનું આયોજન, તા. ૧૮ ને શુક્રવારે સવારે ૮-૧પ વાગ્યે મંડપ ખડો થશે. તા. ૧૯ ને શનિવારે સવારે મંડપનું વિસર્જન થશે.
તા. ૧૭/૪ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે આયોજીત સંતવાણીમાં રામદાસ ગોંડલિયા, દેવરાજભાઈ ગઢવી, અને સચિનભાઈ બારોટ દૂહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે.
આ પાવન પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવા, પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ વિગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial