Advertisement
Author: નોબત સમાચાર

કોસ્ટગાર્ડ અને એટીએસે દરિયામાંથી પકડ્યું રૂ.૧૮૦૦ કરોડનું ડ્રગ્સ

શનિવારે મધરાત્રે બોટનો પીછો કરાયોઃ દરિયામાં ડ્રગ્સ ફેંકી બોટ પાકિસ્તાનમાં ઘૂસીઃ

                                                                            

જામનગર તા.૧૪ : ગુજરાત એટીએસને ૩૦૦ કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાનથી એક બોટ આવી રહી છે તેવી બાતમી મળતા શનિવારથી કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી શરૂ કરાયેલા પેટ્રોલિંગમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયામાં એક બોટની શંકાસ્પદ હિલચાલ ઝડપાઈ હતી. તે બોટના શરૂ કરાયેલા પીછા પછી તે બોટમાંથી ૩૦૦ કિલો ડ્રગ્સ દરિયામાં ફેકી દેવાયું હતું. આ બોટ પાકિસ્તાનની જળસીમામાં ઘૂસી ત્યાં સુધી કોસ્ટગાર્ડ અને એટીએસે તેનો પીછો કર્યાે હતો.

ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની ફેરાફેરી ડામવા માટે કાર્યરત એટીએસની ટીમને દરિયામાં ડ્રગ્સ ભરેલી એક બોટ આવી રહી છે તેવી બાતમી મળતા ભારતીય કોસ્ટગાર્ડને તેની વિગતો આપવામાં આવી હતી જેના પગલે શનિવારે રાત્રે ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં પેટ્રોલિંગ કરી રહી હતી.

તે દરમિયાન ઈન્ડિયન કોસ્ટગાર્ડના જહાજે એક શંકાસ્પદ બોટની હિલચાલ નજરમાં રાખી તેનો પીછો શરૂ કર્યાે હતો. જેના પગલે તે બોટ માં રહેલા વ્યક્તિઓ સાવચેત બન્યા હતા અને તેઓએ દરિયામાં ભાગવાનું શરૂ કર્યંુ હતું અને તે બોટનો કોસ્ટગાર્ડ તથા એટીએસ ટીમે પીછો શરૂ કરી દીધો હતો.

ઈન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન (આઈએમબીએલ) તરફ નાસી રહેલી તે બોટમાંથી અંદાજે ૩૦૦ કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકવામાં આવ્યો હતો. તે જથ્થાને કબજે કરી લઈ કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે આ બોટનો પીછો યથાવત રાખ્યો હતો પરંતુ તે બોટ પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પ્રવેશી ગઈ હતી. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ.૧૮૦૦ કરોડની કિંમત ધરાવતા ૩૦૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સને કબજે કરી લેવામાં આવ્યું હતું.

આ બાબતની ગઈકાલે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલજોષીએ વિગતો આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનની ફીદા નામની એક વ્યક્તિ પોરબંદરના શખ્સને ૪૦૦ કિલો ડ્રગ્સ મોકલાવી રહી છે તેવી બાતમી એટીએસની પ્રાપ્ત થઈ હતી. ડ્રગ્સનો આ જથ્થો શ્રીલંકાની એક બોટ રિસીવ કરવાની હતી. તે બાબતી મળતા જ એટીએસ હરકતમાં આવી હતી અને ઈન્ડિયન કોસ્ટગાર્ડનો સંપર્ક કરી દરિયામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં ઉપરોક્ત બોટ શનિવારે રાત્રે રડારમાં આવી હતી અને તેનો પીછો શરૂ કરાયો હતો પરંતુ આ પાકિસ્તાની બોટ દરિયામાં નાસવા માંડી હતી અને કોસ્ટગાર્ડનું જહાજ નજીક આવી રહ્યું છે તેમ જાણી તે બોટમાંથી ડ્રગ્સના પાર્સલને દરિયામાં ફેકી બોટ નાસી છૂટી હતી. તેનો પીછો કરાઈ રહ્યો હતો પરંતુ તે બોટ આંતરરાષ્ટ્રીય જળસીમાને ઓળંગીને પાકિસ્તાનમાં પ્રવેશી ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh