Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક રાજ્યપાલોએ અટકાવી રાખેલા બિલોની પોલ ખુલી
નવી દિલ્હી તા. ૧૪: યોગાનુયોગ ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીના સમયગાળામાં જ સુપ્રિમ કોર્ટ રાજ્યોના ગવર્નરોને બંધારણના પાઠ શિખવી રહી છે. તામિલનાડુના કેસમાં રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિ ભવન માટે વિધાનસભાના પસાર કરેલા બિલો અટકાવી અથવા લટકાવી રાખવા પર અંકુશ મૂકતા ત્રણ મહિનાની મુદ્ત નક્કી કર્યા પછી સુપ્રિમ કોર્ટની રાષ્ટ્રપતિને આદેશ આપવાની સત્તા અંગે અલગથી ચર્ચા ભલે શરૂ થઈ ગઈ હોય, પરંતુ સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલને લઈને જે કડક શબ્દપ્રયોગો કર્યા છે, અને પરોક્ષ રીતે કેન્દ્રને ફટકાર લગાવી છે, તે જોતા આ મુદ્દે લાંબી કાનૂની લડાઈ ચાલશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે સુપ્રિમ કોર્ટના આદેશથી તામિલનાડુમાં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજુરી વગર લાગુ કરી દેવાયેલા બિલો સામે કેન્દ્ર સરકારે એવી દલીલ કરીને રીટ પિટિશનની તૈયારી કરી છે કે રાષ્ટ્રપતિએ સૂચવેલા સુધારા પર નિર્ણય લીધા વગર જ બિલો લાગુ કરી દેવા એ ગેરબંધારણીય છે!
બીજી તરફ તામિલનાડુના રાજ્યપાલને તતડાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે તેઓનું વલણ બંધારણીય કે શાપથ મુજબનું નથી. તામિલનાડુના રાજ્યપાલે પાંચ વર્ષમાં ૧૦ એવા બિલો લટકાવી રાખ્યા હતાં, જે ત્યાંની વિધાનસભાએ પસાર કરેલા હતાં.
અહેવાલો મુજબ કર્ણાટકના રાજ્યપાલે ૧૩, તેલંગણાના રાજ્યપાલે અઢી વર્ષમાં ૧૦, પ. બંગાળમાં ૧પ અને પંજાબના રાજ્યપાલે પાંચ બિલો અટકાવી રાખ્યા છે. ખાસ કરીને એનઅડીએનું શાસન ન હોય તેવા રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા વિધાનસભાએ પસાર કરેલા બિલો અટકાવવા પાછળ કેન્દ્ર સરકારની રાજકીય રણનીતિ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આપણા દેશને આઝાદી મળી, ત્યારથી રાજ્યપાલોની ભૂમિકા તથા રાજભવનોના દુરૂપયોગની ચર્ચા થતી રહી છે, અને અદાલતોએ વખતોવખત હસ્તપેક્ષ પણ કર્યો છે, પરંતુ અત્યારે મીડિયા અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઈન્ટરનેટ યુગમાં વધ્યો હોવાથી કોઈ વાત છૂપી રહેતી નથી. બીજી તરફ પેગાસીસ મુદ્દે પણ કેન્દ્ર ભીંસમાં છે, અને 'સુપ્રિમ' ફટકારની તલવાર લટકી રહી છે!
તામિલનાડુ સરકારની અરજી અને તેના સંદર્ભે સુપ્રિમ કોર્ટે લીધેલા આકરા વલણ પછી દેશભરમાં અન્ય રાજ્યોમાં ક્યા ક્યા રાજ્યપાલોએ ક્યા ક્યા બિલ અટકાવી-લટકાવી રાખ્યા છે, તેની પોલ ખુલી ગઈ છે, અને આ કારણે બેકફૂટ પર આવેલી મોદી સરકારે ડેમેજ કંટ્રોલ કરવા સુપ્રિમ કોર્ટમાં કરેલી રીટી પિટિશન પર સુપ્રિમ કોર્ટ કેવું વલણ અપનાવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial