Advertisement
Author: નોબત સમાચાર

રોશનસિંહ સોઢી ઉર્ફે ગુરુચરણસિંહ રપ દિવસે ઘેર પરત ફર્યાઃ સંસાર છોડી ધાર્મિક યાત્રા કરી લીધી!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ

મુંબઈ તા. ૧૮: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણસિંહ રપ દિવસે ઘરે પરત ફર્યા છે. તેઓ સંસાર છોડીને ધાર્મિક યાત્રાએ નીકળી ગયા હતાં.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ઉર્ફે ગુરુચરણસિંહ ઘરે પરત ફર્યા છે. તેઓ રપ દિવસથી ગુમ હતાં. તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની એફઆઈઆર નોંધાવી હતી. ગુરુચરણ પોતે ઘણાં દિવસો સુધી ગુમ થયા પછી ઘરે પરત ફર્યા છે. પરત ફરતા પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતાં. દરમિયાન તેઓ અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય શહેરોમાં ગુરુદ્વારામાં ઘણાં દિવસો રોકાયા હતાં. પછી તેમને સમજાયું કે તેણે ઘર પાછા ફરવું જોઈએ. તેથી તેઓ પરત આવ્યા છે.

રર એપ્રિલે ગુરુચરણસિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતાં, પરંતુ તેમના ગુમ થવાના સમાચાર ર૬ એપ્રિલે સામે આવ્યા હતાં. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ ર૪ એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતાં. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. એવું પણ જાણવા મળે છે કે રોશનસિંહ સોઢી જલદી જ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતાં.

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણસિંહને લઈને ઘણી કડીઓ મળી, જ્યારે ગુરુચરણ રર એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યા ત્યારે તેઓ મુંબઈ પહોંચ્યા જ નહોતા. મુંબઈમાં તેમને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો હતો. ત્યારપછી ગુરુચરણે એટીએમમાંથી ૧૪ હજાર રૂપિયા ઉપાડી લીધા. આ સમાચાર પણ સામે આવ્યા હતાં. પ્રશંસકો સતત ચિંતામાં હતાં કે તારક મહેતા ફેમ 'રશનસિંહ સોઢી આખરે ક્યાં ગયા છે?' હવે તેઓની આતૂરતાનો પણ અંત આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh