Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'સ્માર્ટ મીટર'ને લઇને થયેલા ઉહાપોહ ગેરસમજણનું પરિણામઃ ડે.એન્જીનિયર

લોકોને જાણકારી આપવા પીજીવીસીએલ ચલાવશે અભિયાનઃ

દેશભરમાં સ્માર્ટ વીજ મીટરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ ઝોન અનુસાર વિવિધ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ અમલી બન્યો છે ત્યારે જામનગર સહિત રાજ્યભરમાંથી સ્માર્ટ વીજ મીટર અંગે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે એવા સંજોગોમાં 'નોબત' દ્વારા જામનગર પીજીવીસીએલનાં સેન્ટ્રલ ઝોનનાં ડે. એન્જીનિયર અજય પરમાર સાથે મુલાકાત કરી આ અંગે વિસ્તૃત વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

અજય પરમારનાં જણાવ્યાનુસાર સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારની યોજના છે અને સ્માર્ટ મીટર લગાડવું ફરજીયાત છે. માટે સ્માર્ટ મીટર લગાડવા માટે પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોની પરવાનગી લેવાની જરૂરી નથી.

સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા ગ્રાહકે કોઇ પૈસા ચૂકવવાનાં નથી પરંતુ લગભગ ૬ હજાર કિંમતનું સ્માર્ટ મીટર ગ્રાહકોને ફ્રી આપવામાં આવી રહ્યું છે અને ગ્રાહકોએ જે તે સમયે કનેક્શન મેળવતી વખતે ભરેલ ડિપોઝીટ તેમને આ રીતે પરત આપવામાં આવી રહી છે એમ કહી શકાય.

સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાની ફરીયાદ અંગે અજય પરમાર જણાવે છે કે આ ગેરસમજણ છે. સ્માર્ટ મીટરમાં યુનિટનાં દરમાં કોઇ ફેરફાર થયો નથી. જૂના દરો જ યથાવત છે. સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા પછી ગ્રાહકોનું જૂનું બાકી દેણુ હોય એ અને સ્માર્ટ મીટર લગાડયા પછીનું વપરાશ બિલ સંયુક્ત રીતે આપવામાં આવતું હોવાથી પ્રથમ બિલમાં ગ્રાહકોમાં બિલ વધુ આવતુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

પીજીવીસીએલ ગ્રાહકોને  અગાઉ બાકી રકમ માટે ૧૮૦ દિવસ સુધીનાં હપ્તા કરી આપે છે જેમાં દૈનિક ધોરણે કુલ બાકી રકમનાં હપ્તાની રકમ કપાશે.

વીજ કનેક્શન કપાઈ જવાની ફરિયાદ અંગે તેઓ ડે. એન્જીનીયર જણાવે છે કે અચાનક ક્યારેક કનેક્શન કટ થશે નહી. ગ્રાહકોને તેમનાં પીજીવીસીએલ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર બેલેન્સ અંગે નિયમિત અપડેટ મળશે. ૫૦૦ રૂપિયા બેલેન્સ બાકી કે ૩૦૦ રૂપિયા બેલેન્સ બાકી વગેરે માહિતી મળશે. ઉપરાંત બેલેન્સ પૂરૂ થઇ ગયા પછી પણ  માઇનસ ૩૦૦ રૂપિયાસુધી કનેક્શન કટ થશે નહીં.

બેલેન્સ પૂરૂ થઇ જાય તો પણ  સાંજનાં ૭ થી બીજે દિવસે સવાર સુધી કનેક્શન કટ નહી થાય. અર્થાત રાત્રે ક્યારેય કનેક્શન કટ નહી થાય.

પેમેન્ટ મેથડ અંગે અવઢવને લઇને અજય પરમાર જણાવે છે કે સ્માર્ટ મીટરમાં એક મોબાઇલ એપ્લિકેશન વડે પેમેન્ટ કરવાનું રહેશે. મોબાઇલ રીચાર્જની જેમ જ રીચાર્જ થશે. જો કોઇ સ્માર્ટ ફોન ન વાપરતું હોય તો પણ અન્યનાં ફોનમાંથી તેઓ પોતાનાં ગ્રાહકનંબરનો ઉપયોગ કરી રિચાર્જ કરી શકે છે.

એપ્લિકેશનમાં એરર હોય કે ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોવાની કે ટેકનિકલ ફોલ્ટની સ્થિતિમાં પીજીવીસીએલ કચેરીએ ઓફ્લાઇન રીચાર્જ પણ થઇ શકશે.

સ્માર્ટ વીજ મીટર અંગે થયેલ ઉહાપોહ અને વિરોધને અજય પરમાર ગેરસમજણનું પરિણામ જણાવી અને આ અંગે જાગૃતિ ફેલાવવા અભિયાન ચલાવી સ્માર્ટ મીટર પ્રત્યે લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા પીજીવીસીએલ પૂરતા પ્રયાસ કરશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh